ભાસ્કર એક્સક્લુઝિવ:ડાવરીના યુવાનને આખલાએ હડફેટે લેતાં શિંગડું થયું ગરદનમાંથી આરપાર

ભચાઉ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફતેહગઢ મેળામાંથી પરત આવતી વેળાએ બાઈક સવાર બે ભાઇઓ પર આખલો તૂટી પડ્યો
  • સામખિયાળીની માતૃસ્પર્શ હોસ્પિટલની તબીબી ટીમે યુવાનને બચાવી લધો
  • નંદીના શિંગડાથી હૃદય નજીકની, મગજને લોહી પહોંચાડતી તેમજ ડાબા હાથની લોહીની મુખ્ય નસોમાં ગંભીર ઇજા

રાપર તાલુકાના ડાવરી ગામનો ખેડૂત યુવાન અને તેનો ભાઈ બાઇક પર ફતેહગઢના મેળામાંથી પરત અાવી રહ્યા ત્યારે રસ્તા પર પસાર થતાં આખલાએ બંનેને શિંગડામાં ભરાવી ઉલાડ્યા હતા, જેમાં એક ભાઈને નંદીનું શિંગડું ગરદનમાંથી અારપાર થઇ જતાં ગંભીર રીતે ઘવાયો હતો, જેથી તાત્કાલિક તેને સામખિયાળીની માતૃસ્પર્શ હોસ્પિટલમાં લઇ જવાતાં તબીબી સ્ટાફની મહેનત અને આવડતથી યુવાનનો જીવ બચી ગયો હતો.

રાપર તાલુકાના ડાવરીમાં ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા વિરમ બધાભાઈ કોલી અને તેમના ભાઈ કમલેશ બધાભાઈ કોલી ફતેહગઢના મેળામાંથી મોડી સાંજના પોતાના ગામ ડાવરી પરત આવી રહ્યા હતા તે દરમિયાન ડાવરી નજીક જ રોડ પર ધસી આવેલા એક અાખલાએ બંને ભાઈઓને શિંગડા ભરાવીને ઉલાળ્યા હતા. જેથી બાઈક અને બંને ભાઈઓ દુર ફંગોળાઇ ગયા હતા.

જેમાં નાના ભાઈ કમલેશ બધાભાઈ કોલી (ઉં.વ.22ર)ના ગાળામાંથી નંદીનું શિંગડું અારપાર થઇ જતાં સાથે રહેલા તેમના મોટા ભાઈએ તરત જ 108ને ફોન કરતાં ટીમે કમલેશને પ્રથમ પ્રથમ રાપરની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જો કે, કમલેશની હાલત ખુબ જ નાજુક હોઇ ફરજ પરના તબીબે તાત્કાલિક રાજકોટ અથવા અમદાવાદ લઇ જવા સલાહ અાપી હતી.

અા સમયે હાજર સગા સંબંધીઓમાંથી કોઈએ જણાવ્યું કે, 108 મારફતે સામખિયાળીની માતૃસ્પર્શ હોસ્પિટલમાં લઈ જઈએ તો યોગ્ય સારવાર મળી રહેશે અને સમય પણ બચી જશે. ત્યારબાદ રાત્રિના સમયે સામખિયાળીની હોસ્પિટલમાં કમલેશને ખસેડવામાં અાવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબ વિવેક દેત્રોજા અને ડોક્ટર નિશિતા દ્વારા ગંભીર રીતે ઘવાયેલા યુવાનની સારવાર શરૂ કરવામાં આવી હતી અને અંતે સફળ અોપરેશન કરી યુવાનને બચાવી લેવાયો હતો.

મોટા શહેરોમાં અાવા અોપરેશન થાય છે 2થી 4 લાખમાં જયારે સામખિયાળીના તબીબે માનવતા દાખવી
અાવા પ્રકારના ઓપરેશનોમાં જીવનો જોખમ હોય છે અને રાજ્યના મોટા શહેરોમાં તો રૂપિયા બેથી ચાર લાખનો ખર્ચ પણ થતો હોય છે ત્યારે માતૃસ્પર્શ હોસ્પિટલના સંચાલક વિકાસ રાજગોર અને હોસ્પિટલના એમએસ ડો. વિવેક દેત્રોજા દ્વારા માત્ર રૂ.40,000માં યુવાનને આઈસીયુ સહિતની સેવાઓ અાપી માનવતા દાખવાઇ હતી.

રખડતા ઢોર મામલે વડી અદાલતની ટકોર છતાં પણ સરકાર ગાફેલ
તાજેતરમાં જ રાજ્યની વડી અદાલતે પણ રખડતા ઢોર મામલે સરકારની અાકરી ઝાટકણી કાઢી હતી તેમ છતાં પણ સરકાર દ્વારા કોઇ કાર્યવાહી ન કરાતાં કેટલાય લોકોના જીવ ગયા છે. ડાવરીના બનાવ બાદ ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

વહી ગયેલું લોહી યુવાનની છાતિમાં ભરાતાં શ્વાસ લેવામાં પડતી હતી તકલીફ
ગંભીર રીતે ઘાયલ થયેલા યુવાન કમલેશની છાતિના ભાગમાં હવા તેમજ વહી ગયેલું લોહી ભરાઈ જતાં તેને શ્વાસ લેવામાં ખુબ તકલીફ પડી રહી હતી, જેથી તેનું પણ નાનું ઓપરેશન કરીને વહી ગયેલું લોહી દુર કરાયું હતું. ડો. વિવેક દેત્રોજા અને ડોક્ટર નિશિતા દ્વારા દોઢથી બે કલાક ચાલેલા ઓપરેશનમાં શિંગડાના કારણે તૂટી ગયેલી લોહીની ધમની, ડાબા હાથની હલનચલન માટેની નસો, તેમજ હૃદયમાંથી નીકળતી મુખ્ય નસમાંથી નીકળતું લોહી બંધ કર્યું હતું અને ત્રણ જેટલી લોહીની બોટલો લગાવી યુવાનને બચાવી લેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...