પ્રવાસીઓમાં ગભરાટ:ભચાઉ ST સ્ટેશનમાં બસમાં આગ લાગી હોવાની અફવાથી નાસભાગ

ભચાઉ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • થોડી જ વારમાં મધ્યપ્રદેશ જતી બસ ખાલી થઈ ગઇ હતી
  • ફાયર સેફ્ટીની બોટલમાંથી પ્રવાહી સાથે ધૂમાડો નીકળતાં અફવા ફેલાઇ

ભચાઉના એસટી બસ સ્ટેશનમાં રાત્રે બસની અંદર ફાયર સેફટી માટે રખાયેલી બોટલમાંથી પ્રવાહી સાથે ધૂમાડો નીકળતાં આગની અફવા ફેલાઈ હતી અને બસમાંથી પ્રવાસીઓએ ભાગાભાગી કરી હતી. રાત્રિના 8:30 વાગે આવેલી ભુજ થી મધ્યપ્રદેશ ના પીટોલ જતી એસટી બસમાં દિવાળી વેકેશનને લઈને ભારે ભીડ હોતા કોઈ પ્રવાસીનો સામાન ભરેલો થેલો આગ ઓલાવવા માટે ફાયર સેફટી તરીકે ઉપયોગમાં લેવાતી બોટલ પર મુકાયો હતો

જેના ભારથી બોટલમાંથી માંથી સફેદ પ્રવાહીનો જોરદાર ફુવારો ઉડવાની સાથે ધૂમાડો નીકળતાં અંદર બેઠેલા પ્રવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો તેની સાથે આગની અફવા ફેલાતાં મુસાફરોમાં દોડાદોડ થઈ હતી અને થોડી જ વારમાં બસ ખાલી થઈ ગઇ હતી. બસ ખાલી થતા જ બસ સ્ટેશનમા ઉભેલા મુસાફરોમાં પણ નાસભાગ મચી ગઇ હતી. હાલ બસ સ્ટેશનમાં દિવાળીના તહેવારોને લઈને લોકોની ભારે ભીડ જોવા મળી છે ત્યારે બસમાં લાગેલી આગ એ એક અફવા જ હોવાથી ડેપોના મેનેજર અને કર્મચારીઓએ તેમજ પ્રવાસીઓને હાશકારો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...