ભચાઉ પંથક પર જળઘાત:એક જ દિવસમાં નર્મદા કેનાલ અને વોટરપાર્કમાં 4 ડૂબ્યા, 2 મૃતદેહ મળ્યા: બે ની શોધખોળ જારી

ભચાઉ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લુણવા પાસે મોગલધામ દર્શને જતો ગાંધીધામનો પરપ્રાંતિય યુવક સેલ્ફી ખેંચવાની લાહ્યમાં પાણીમાં ગરકાવ
  • માનવતાને ક્યાં નડે છે ધર્મના વાડા ?: માતાની સામે પુત્ર ડુબ્યો, બચાવવા માટે ક્ષત્રિય યુવાને લગાવી છલાંગ

વાગડના ભચાઉ વિસ્તારમાં આવેલી નર્મદા કેનાલમાં એક જ દિવસમાં ત્રણ યુવાન ડૂબી ગયા હતા જેમાં ભચાઉ એસઆરપી કેમ્પ પાસેની કેનાલમાં માતાની નજર સામે જ મુસ્લીમ યુવક ડૂબ્યો હતો તેને બચાવવા અંદર પડેલો ક્ષત્રિય યુવક પણ ગરકાવ થયો હતો તેમાં મુસ્લીમ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો પણ બચાવવા કૂદનાર ક્ષત્રિય યુવકની શોધખોળ જારી છે. જ્યારે લુણવા પાસે મોગલધામ દર્શનાર્થે જઇ રહેલા ગાંધીધામના પરપ્રાંતિય યુવકનો પગ સેલ્ફી લેવાની લાયમાં લપસતાં તે પાણીમાં ગરકાવ થયો હતો જેની શોધખોળ જારી છે.

ભચાઉના માનસરોવર નગરમાં રહેતા અક્રમ યુસુફભાઈ અબડા તેમની માતા સાથે ધાર્મિક ક્રિયાઓ બાદ પાણીમાં પધરાવવા માટેની વસ્તુઓ લઈ નર્મદા કેનાલ પાસે આવ્યા હતા જેમાં પુત્ર અક્રમનો પગ લપસી જતાં તે થોડીવારમાં ઊંડા પાણીમાં ગરકાવ થયો હતો કેનાલની ઉપર તેના માતા આ જોઇને બૂમાબૂમ કરવા લાગ્યા હતા તે વખતે ત્યાંથી પસાર થતાં ચોપડવા ગામના યુવાન જીતેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા તેને બચાવવા જવા પાણીમાં કૂદી ગયા હતા પરંતુ પાણીનો પ્રવાહ ખૂબ પ્રમાણમાં ચાલુ હોતા થોડી વારમાં બંને લોકો ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા.

જેમાં બન્ને યુવાનને બચાવવા માટેના પ્રયત્નમાં ભચાઉ નગરપાલિકાના ફાયર ફાઈટર વિભાગના પ્રવીણ દાફડા અને ટીમે અક્રમ યુસુફ અબડાનો બહાર કાઢવામાં સફળ થયા હતા જેમને તાત્કાલિક શહેરની હોસ્પિટલમાં લઇ જતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.પુત્ર અક્રમ અને પિતા યુસુફભાઈ પેઇન્ટર ખૂબ મોટું મિત્ર વર્તુળ ધરાવતા હોવાથી થોડીવારમાં લોકોના ટોળા એકત્ર થયા હતા અને યુવાન અકરમ ના અવસાનના સમાચાર સાંભળીને મુસ્લિમ અને હિન્દુ સમાજમાં અરેરાટી ફેલાઈ હતી.

બીજી તરફ મુસ્લિમ યુવાન અક્રમ ને બચાવવા જનાર ચોપડવા ગામ ના સત્રીય યુવાન જીતેન્દ્રસિંહ જાડેજા ને શોધવા માટે પણ લોકો એકઠા થયા હતા બનાવની જાણ ભચાઉના સમાજમાં થતા ક્ષત્રિય સમાજના યુવાનો નર્મદા કેનાલ પાસે ભચાઉ નગરપાલિકાના ફાયર ફાઈટર વિભાગ સાથે યુવાનને બહાર કાઢવાના પ્રયત્નો આરંભ્યા હતા.

આ ઘટના એવો મેસેજ આપી જાય છે કે, માનવતાને ક્યાં નડે છે ધર્મના વાડા ? ભચાઉ થી લુણવા સુધીના નર્મદા કેનાલમાં આજે ડૂબવાના બનેલા બનાવમાં એક અન્ય બનાવમાં ગાંધીધામ તરફથી મોગલ માના દર્શન કરવા માટે આવી રહેલ મૂળ રાજસ્થાનના યુવાન ચંદન લોધિયા નામનો યુવાન મોબાઈલમાં સેલ્ફી લેવા જતાં તે પણ લપસી પડ્યો હતો અને તેની શોધખોળ માટે પણ અહીંના યુવાનો દ્વારા પ્રયત્નો ચાલી રહ્યા હતા આમ આશીર્વાદ રૂપ નર્મદા ના પાણી આજે ત્રણ યુવાનો માટે શ્રાપિત સાબિત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...