બેઠક:ગમે તે રસ્તો કાઢો, અંજારની સોસાયટીઓમાં પાણી ન ભરાવા જોઈએ; પ્રાંત અધિકારી

અંજાર3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંજાર પ્રાંત કચેરીએ સંકલન, ટ્રાફિક નિયમન અને કાયદો-વ્યવસ્થાની બેઠક મળી
  • અનેક અકસ્માતો થતા હવે એરપોર્ટ વાળા માર્ગને ભારે વાહનો માટે પ્રતિબંધિત કરવા દરખાસ્ત કરાશે

અંજાર પ્રાંત કચેરી ખાતે ડેપ્યુટી કલેકટર મેહુલ દેસાઈના અધ્યક્ષ સ્થાને સંકલન, ટ્રાફિક નિયમન અને કાયદો-વ્યવસ્થાની બેઠક મળી હતી. જેમાં અંજાર નગરપાલિકાને સોસાયટી વિસ્તારોમાં વરસાદી પાણી ન ભરાય તે માટે રસ્તો કાઢવા તથા પોલીસને શહેરમાં ભારે વાહનો ન પ્રવેશે તે માટે કડક કાર્યવાહી કરવા કડક શબ્દોમાં સુચના આપી હતી.

તો બીજી તરફ એરપોર્ટ વાળો માર્ગ જ્યાં અવર નવર અકસ્માતો થતા રહે છે અને હાલમાં જ 17 વર્ષીય તરુણીનું અકસ્માતમાં મૃત્યુ થયા બાદ સ્થાનીકોએ ચક્કાજામ કર્યો હતો તે માર્ગ પરથી ભારે વાહનો માટે પ્રવેશબંધી કરવાની દરખાસ્ત કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું.આ બેઠક દરમ્યાન ગાંધીધામ તાલુકાના અંતરજાળ ગામમાં પાણી ભરાવાની સમસ્યાનો તાત્કાલિક નિકાલ લાવવા તથા ગાંધીધામમાં એલ એન્ડ ટી કંપનીનાવાળવ ચોરાઈ જતા હોવાથી ટ્રક એસો. સાથે બેઠક કરી આ સમસ્યાનો કાયમી નિકાલ લાવવા જણાવવામાં આવ્યું હતું.

શિણાય ડેમનું કામ તાત્કાલિક પૂર્ણ થાય તે માટે ઝડપ લાવવા પણ સુચના આપી હતી. આ બેઠકમાં અંજાર-ગાંધીધામના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, અંજાર ઉપરાંત ગાંધીધામ એ અને બી ડીવીઝન, આદિપુર, કંડલા પોલીસ મથકનો પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો અને વિવિધ સમસ્યાઓનોતાત્કાલિક નિકાલ થાય તે માટે ખાસ સુચના પણ આપવામાં આવી હતી.

મોહરમના કાર્યક્રમ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક બોલાવાઈ
અંજારમાં મોહરમ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે મુદ્દે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ ધર્મના ધર્મગુરુઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક દરમ્યાન કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે, ટ્રાફિક વ્યવસ્થા જળવાય અને કોમી એકતા ટકી રહે તે સાથેના આયોજનથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવે તેવી વાત કરવામાં આવી હતી. જેમાં ઉપસ્થિત સૌએ સહમતી દર્શાવી હતી.

અન્ય સમાચારો પણ છે...