તસ્કરી:વરસામેડીનો પરિવાર પુત્રના લગ્ન કરવા માટે રાજસ્થાન ગયો ને ઘરમાંથી 1.90 લાખની ચોરી

અંજાર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સોના-ચાંદીના દાગીના અને રોકડ ચોરી, પડોશીએ જાણ કરતાં પરિવાર દોડતો થયો

અંજાર તાલુકાના વરસામેડીમાં પરિવાર પુત્રના લગ્ન કરવા રાજસ્થાન ગયો ત્યારે બંધ ઘરનું તાળું તોડી ચોરી કરી જવામાં આવી હતી. પાડોશીએ ચોરી થઇ હોવાની જાણ કરતાં પરિવાર દોડતું થયું હતું અને ઘરમાં તપાસ કરતા સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ રૂ. 1.90 લાખની ચોરી થઇ હોવાનું ખુલ્યું હતું.

આ અંગે અંજાર પોલીસ મથકેથી વરસામેડી સીમમાં આવેલી ઓધવ પાર્ક સોસાયટીમાં રહેતા અને મેઘપર-બો.માં એન.સી. ટીમ્બર નામે લાકડાનો બેન્સો ચલાવતા ગિરીશંકર ઓમપ્રકાશ સિંધલે નોંધાવેલી ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ ગત તા. 8મી જુલાઇના દિકરા લોકેશના લગ્ન હોવાથી પરિવાર સાથે તેઓ 2જી તારીખે રાજસ્થાનના ગંગાનગરમાં ગયા હતા. તેઓ વતનમાં હતા, ત્યારે પાડોશી સુરેશભાઈ સુથારનો ફોન આવ્યો કે, તમારા ઘરના દરવાજાનું લોક તૂટેલું છે.

જેથી સંબંધી નરેન્દ્રભાઈ ગોયલને જાણ કરી તાળું મારવા કહેવાયું હતું. ત્યારે ઘરે જોતા સામાન વેરવેખેર જોવા મળ્યો હતો. દિકરાના લગ્ન પ્રસંગ પતાવી તે જયારે ઘરે આવ્યા અને સામાન તપાસતા રૂ. 30 હજારના સોનાના દાગીના, રૂ. 35 હજારના ચાંદીના દાગીના અને 1.25 લાખ રોકડા મળી કુલ રૂ. 1.90 લાખની મત્તા ચોરી થઇ ગઈ હોવાનું જણાતા અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેથી આ અંગે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.

ચીરઇ પંચાયતમાંથી ગૃહઉદ્યોગની 45 હજારની સામગ્રી ચોરાઇ
ગાંધીધામ : ભચાઉ તાલુકાના નાની ચીરઇ ગ્રામ પંચાયતમાં બહેનોને પગભર થવા મળેલી ગૃહઉદ્યોગ માટેની રૂ.45 હજારની સામગ્રી તસ્કરો બારી તોડી ચોરી કરી ગયા હોવાની ફરિયાદ સખી સંઘના પ્રમુખે ભચાઉ પોલીસ મથકે નોંધાવી હતી. નાની ચીરઇના કોરેજાવાસમાં રહેતા અને ગ્રામ પંચાયતમાં સખી સંઘના પ્રમુખ તરીકે ફરજ બજાવતા આબેલાબેન આદમ કોરેજાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, સરકારની યોજના એનઆરએલએમ અંતર્ગત બહેનોને આર્થિક રીતે પગભર કરવાના ઉદ્દેશથી ગૃહઉદ્યોગ ચલાવવા વેલ્સ્પન કંપની તેમજ ગરીબ કલ્યાણ મેળા તરફથી સાભન સામગ્રી મળી હતી જેના દ્વારા સેનેટરી પેડ ઉદ્યોગ બહેનો દ્વારા બનાવી ચલાવતા હતા. જે 1 મહિનાથી બંધ છે. આ તમામ સાધન સામગ્રી પંચાયતના રૂમમાં રાખવામાં આવી હતી.

તા.6/7 ના સવારે સાડા અગિયાર વાગ્યે આ રૂમમાં જોવા આવ્યા હતા ત્યારે હતી પરંતુ તા.12/7 ના વરસાદમાં આ સામગ્રી બગડી નથીને તે તપાસવા તેઓ ગયા ત્યારે રૂ.45,000 ની કિંમતના 1ઓફિસ જન મોટર હવાઇ મશિન,1 પેપર ડીશ મોટર, 4 પેપર ડીશ પ્લેટ,3 વાટકા બનાવવાના લોખંડના ફર્મા, સેનેટરી પેડ બનાવવાના એલ્યુમિનિયમના 3 અને પતરાના 3 ફર્મા, મશિન ટુલ કીટનું બોક્સ અને મશિનરી ટુલ કીટ 1 મળી કુલ 7 સાધન સામગ્રી ચોરી થઇ હોવાનો ખ્યાલ આવતાં તેમણે ભચાઉ પોલીસ મથકે કોઇ અજાણ્યા ઇસમોએ પંચાયતના રૂમની બારી તોડી આ ચોરીને અંજામ આપ્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...