ચોરી:અંજારમાં બિલેશ્વર સોસાયટી, ખેતરપાળ-4માં 2 એક્ટિવાની ચોરી

અંજાર/ગાંધીધામ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘર પાસે પાર્ક કરેલા​​​​​​​ વાહનો ચોરાતા લોકોમાં રોષ

અંજાર શહેરમાં બિલેશ્વર સોસાયટી અને ખેતરપાળ-4માં ઘર બહાર પાર્ક એકટીવાઓ ચોરાઈ જતા અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ અંગે અંજાર પોલીસ મથકેથી બિલેશ્વર સોસાયટીમાં રહેતા 66 વર્ષિય વિઠ્ઠલભાઈ છગનલાલ વાઘેલાએ નોંધાવેલી ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ તા. 23/4ના બપોરે એક વાગ્યાના અરસામાં તેઓ એક્ટીવા ઘરની બહાર પાર્કિંગ કરીને જમવા ગયા હતા. દોઢ કલાક બાદ બહાર આવીને જોતા એક્ટીવા ચોરાઈ ગઈ હતી.

તો બીજી તરફ ખેતરપાળ સોસાયટી-4 માં રહેતા 31 વર્ષીય હાર્દિક રમેશભાઈ આહિરે ફરિયાદ નોંધાવી હતી કે, તા. 2/5ના બપોરે 11-30થી 4-30 વાગ્યા સુધીમાં તેની રૂ. 45 હજારની એકટીવા ઘર બહાર પાર્ક કરેલી હતી. જેને કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી ગયા હતા. બંને ફરિયાદો સંદર્ભે પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

આદિપુરમાં નોકરિયાતનું બાઇક ચોરી થયું
ગાંધીધામના મચ્છુનગરમાં રહેતા અને મુન્દ્રા પીસીબીએલ કંપનીમાં નર્સિંગ સ્ટાફમાં ફરજ બજાવતા હરેશભાઇ ગેલાભાઇ પરમાર તા.30/4ના રોજ બપોરે 2 વાગ્યે પોતાનું રૂ.25 હજારની કિંમતનું બાઇક મુન્દ્રા સર્કલ પાસે પાર્ક કરી નોકરી કરવા ગયા હતા. બીજા દિવસે તા.1/5ના સવારે આઠ વાગ્યે આવ્યા ત્યારે તેમણે પાર્ક કરેલું બાઇક જોવા મળ્યું ન હતું. તેમની નોકરી બે શિફ્ટમાં હોવાને કારણે તેમણે ફરિયાદ મોડી નોંધાવી હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...