હુકમ:અંજાર કોર્ટમાં ખોટો કેસ કરવા મુદ્દે ફરિયાદીને રૂ. 10 હજાર દંડનો દંડ

અંજાર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિટાંતરે આપેલી જમીન બાબતે 41 વર્ષ બાદ દાવો દાખલ કરાયો, સાચો વારસ હોવાના સ્પષ્ટ પુરાવા પણ ન આપ્યા : ફરિયાદ સામે ફોજદારી દાખલ કરવા હુકમ

અંજાર તાલુકાના જરુ ગામની વટાંતરે આપેલી જમીન બાબતે 41 વર્ષ બાદ કોર્ટમાં બોગસ કેસ દાખલ કરવામાં આવતા ફરિયાદીને જ કોર્ટ દ્વારા રૂ. 10 હજાર લીગલ ફંડમાં જમા કરાવવા ઉપરાંત તેના વિરુદ્ધ ફોજદારી ફરિયાદ દાખલ કરવા હુકમ કરવામાં આવ્યો હતો.

આ કેસ અંગે મળતી માહિતી મુજબ અંજાર તાલુકાના જરૂ ગામની સીમના સ.ન. 266/1 વાળી જમીન નાનબાઈ ટાંયા રાજા દ્વારા 10 વર્ષની મુદ્દતે વર્ષ 1950માં વટાંતરે આપી હોવાનું જણાવી વટાંત૨ે લેનાર દ્વારા એ જમીન વેચી નાખી છે તેવી હકીકત સાથે વટાંતર મુક્તિનો દાવો મનાઈ હુકમ મેળવવા ઝરૂ ગામના જેસંગ રામજી માંતગ વિરુદ્ધ દાખલ કર્યો હતો.

આ દાવામાં ફરિયાદી દ્વારા નાનબાઈ અવસાન પામ્યા હોવાનું પણ અરજીથી જાહેર કર્યું હતું અને ફરિયાદીનું સોગંદનામું રજુ કરવામા આવ્યું હતું તેમજ દાવામા અધુરી, અસ્પષ્ટ વિગતો દર્શાવી ખરેખર ફરિયાદી જમીન ગીરો મુકના૨ના કાયદેસ૨ના વા૨સ છે કે કેમ તે પણ સ્પષ્ટ રીતે ન જણાવી વર્ષ 1950ના વટાંતર મુક્તિના લખાણ આધા૨ે વર્ષ 2013માં દાવો દાખલ કર્યો હતો એટલે કે 41 વર્ષ બાદ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

જે કેસ અંજારના અધિક સિવિલ જજ સમક્ષ ચાલી જતા ૨જુ ક૨ેલા આધાર, પુરાવા અને દલીલ નજરે કરી ફરિયાદીએ બોગસ કેસ દાખલ કર્યો હોવાનું પ્રસ્થાપિત કરી ફરિયાદીને રકમ રૂ. 10 હજાર ખર્ચ લીગલ ફંડમાં જમા કરાવવા તેમજ ફરિયાદી દ્વારા કોર્ટ સમક્ષ ખોટી માહિતી પુરી પાડવા સંદર્ભે પ્રિન્સીપાલ સિનીય૨ સિવીલ કોર્ટને ફરિયાદી વિરૂધ્ધ ફોજદારી ફરીયાદ દાખલ કરવા હુકમ કર્યો હતો. આ કેસમાં સામાવાળા તરફે વકીલ તરીકે અનિલ કે. બાંભણિયા હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...