ત્રણ ટિમો દ્વારા શોધખોળ:રાપર તાલુકાના નંદાસર કેનાલમા પડેલા વૃદ્ધનો 27 કલાક બાદ પણ પતો નહીં

અંજાર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક ઉપરાંત ભુજ-ભચાઉની ટિમો પણ કામગીરીમાં જોડાઈ

રાપર તાલુકાના નંદાસર અને જેસડા વચ્ચે પસાર થતી નર્મદા કેનાલમા સોમવારની બપોરે પગ લપસતા તણાઈ ગયેલા વૃદ્ધની છેલ્લા 27 કલાકથી ત્રણ ટિમોની શોધખોળ કરવા છતાં હજુ સુધી કોઈ પતો ન મળતા કામગીરી રાત પડતાં બંધ કરાઈ હતી અને બુધવારે ફરી સવારે કામગીરી હાથ ધરાશે.

સોમવારે ત્રંબૌની હાજાણી વાંઢના હરિભાઈ બાબુભાઇ કોલી પોતાની દીકરી સાથે નર્મદા કેનાલ પર કપડાં ધોવા અને ન્હાવા ગયાં હતાં. જ્યાં કેનાલમા પગ લપસતા વહી રહેલા પાણીમા તેઓ તણાઇ ગયા હતા. જેમની શોધખોળ રાપર ફાયર વિભાગની ટિમ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ કરાઈ હતી પણ પાણીનો પ્રવાહ વધુ હોવાથી અને કોઈ મોટા સાધનો ન હોવાના કારણે સોમવારે કામગીરી રાત્રીના સમયે બંધ કરી દેવાઈ હતી.

જે બાદ ફરી મંગળવારે સવારે નવ વાગ્યે શોધખોળ શરુ કરાઈ હતી. જેમા ભુજ અને ભચાઉની ફાયર વિભાગની ટિમો પણ મદદે આવી હતી. જેમણે બે કિલોમીટર સુધી બોટ-હોડકા વડે અને પાણીમા ઉતરીને તપાસ કરી હતી. જે રાત્રીના આઠ વાગ્યાં સુધી શોધખોળ કરાઈ હતી, પણ પાણીનો પ્રવાહ વધુ હોવાથી 27 કલાકની મહામહેનત કરાઈ હોવા છતાં હજુ સુધી કોઈ પતો લાગ્યો નથી કામગીરી આંટોપી લેવાઈ હતી. જે ફરી બુધવારે કામગીરી ફાયર વિભાગ દ્વારા હાથ ધરાશે તેવું રાપર ફાયર વિભાગે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...