કાર્યવાહી:પૂર્વ કચ્છનો કુખ્યાત બુટલેગર અને તેનો સાથીદાર આખરે પોલીસ સકંજામાં સપડાયો

અંજાર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુખ્ય આરોપી પર અંજાર અને ગાંધીધામમાં મળી દારૂના કુલ 9 કેસો

પૂર્વ કચ્છનો નામચીન કુખ્યાત બુટલેગર અને તેનો સાથીદાર આખરે પોલીસ સકંજામાં સપડાયા છે. થોડા દિવસો પહેલા જ અંજારમાં ઝડપાયેલા 40 લાખનો શરાબ કટિંગ થાય તે પહેલાં જ પોલોસે દરોડો પાડી મુદ્દામાલ ઝડપી લીધા બાદ મુખ્ય આરોપી અને તેના સાગીરતને એલસીબીની ટીમે ઝડપી લીધો છે.

આ અંગે પૂર્વ કચ્છ એલસીબીના પી.આઈ. એમ.એન. રાણાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, પૂર્વ કચ્છનો કુખ્યાત બુટલેગર મહેન્દ્રસિંહ ઉર્ફે મનુભા વિઠુભા વાઘેલા વિરુદ્ધ અંજાર અને ગાંધીધામ બી ડિવિઝનમાં કુલ 9 દારૂના કેસો નોંધાયેલા છે તથા તેનો સાગીરત સુજીત શંકર તિવારી વિરુદ્ધ પણ દારૂના બે કેસો નોંધાયેલા છે.

ગત 7 તારીખે પણ વરસામેડી સીમ માંથી રૂ. 40 લાખનો શરાબ ઝડપાયો હતો તેમ પણ આરોપીના નામો ખુલ્યા હતા. જે સંદર્ભે એલસીબીની ટીમ આરોપીઓને શોધી રહી હતી ત્યારે આરોપીઓ મેઘપર-બો. ખાતે પોતાના રહેણાંક મકાન પર હાજર હોવાની બાતમી આધારે પોલીસે દરોડો પાડી બંને આરોપીઓને ઝડપી લીધા હતા. આ સાથે તેમના પાસેથી મોબાઈલ અને અલ્ટો કાર સહિત કુલ રૂ. 1.70 લાખનો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...