અંજાર તાલુકા પંચાયત પાસે વડીલોની મિલકતમાં ભાગ બાબતે ભત્રીજાઓએ કાકાને માર માર્યો હતો. તો દબડા નજીક રસ્તા બાબતે 2 ઇસમોએ આધેડને માર મારતા ફ્રેકચર સહિતની ઈજાઓ થઇ હતી. બનાવ અંગે અંજાર પોલીસ મથકેથી માધવબાગ સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ પ્રેમજીભાઈ સોનીએ નોંધાવેલી ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ ફરિયાદી તાલુકા પંચાયત પાસે હતા ત્યારે આરોપી ભત્રીજાઓ નવનીત ધીરજલાલ સોની અને પાર્થ દિલીપભાઈ સોની ત્યાં આવી દાદાની મિલકતમાં કેમ ભાગ માંગો છો તેવું કહી માર મારવા લાગ્યા હતા.
તો બીજા બનાવમાં કોલીવાસ, દબડામાં રહેતા 55 વર્ષીય જુસાભાઈ કોલીએ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી બાબુ ભીમજી ગઢવી અને સંજય ખીમજી મારાજે કોલીવાસમાં કયો રસ્તો જાય છે તે બાબતે બોલાચાલી કરી ધોકા વડે માર મારતા ફરિયાદીને ફ્રેકચર સહિતની ઈજાઓ થઇ હતી. ફરિયાદના પગલે પોલીસે આગળની ધોરણસરની તપાસ આદરી છે.
રાપરમાં પંક્ચરના રૂ.100 માટે યુવાનને ટામી ફટકારી, જાતિ અપમાનિત કરાયો
રાપરમાં ટાયર પંક્ચરનું કામ કરતા અરવિંદભાઇ દેવશીભાઇ ગત બપોરે દુકાને હતા ત્યારે પગીવાંઢમાં રહેતો અને અવાર નવાર તેમની પાસે પંક્ચરનું કામ કરાવતો મનુ સામતા કોલી તેની પાસે આવ્યો હતો. છોટા હાથીના ટાયરનું પંક્ચરનૂ઼ કામ કર્યા બાદ પૈસા આપવા સમયે આગળના બાકી રૂપિયા આપવાનું કહ્યા બાદ રૂ.100 ઓછા હોવાનું કહેતાં મનુ સામતા કોલીએ ટામી વડે માર મારી જાતિ અપમાનીત કર્યો હોવાનું તેમણે રાપર પોલીસને જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.