અંજાર-આદિપુર રોડ પર આવેલ કોલ્ડ સ્ટોરેજ અને ત્રેક્ત્રની ગેરેજ માંથી ચોર ઈસમો રૂ. 1.31 લાખના મુદ્દામાલની ચોરી કરી જતા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ અંગે આદિપુર ડી.સી.-5માં રહેતા 44 વર્ષીય નરેન્દ્રભાઈ દેવાભાઈ મ્યાત્રાની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ ફરિયાદીની અંજાર-આદિપુર રોડ પર આવેલ શનિદેવ મંદિર સામે અંબિકા કોલ્ડ સ્ટોરેજમાં સિદ્ધિ વિનાયક એન્ટરપ્રાઈઝના નામે ટ્રેક્ટરની ગેરેજ આવેલી છે.
જેમાં તા. 24/4થી તા. 4/5ના અરસામાં કોઈ અજાણ્યા ચોર ઇસમોએ કોલ્ડ સ્ટોરેજ માંથી રૂ. 45 હજારના 3 ટન લોખંડના પાઈપ, રૂ. 15 હજારનો પરચુરણ સામાન ઉપરાંત ટ્રેક્ટરની ગેરેજ માંથી રૂ. 60 હજારના ગેરેજનો માલ સામાન સહીત કુલ રૂ. 1.31 લાખનો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા.
જે સંદર્ભે ફરિયાદીએ અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીધામ સંકુલમાં તસ્કરીના બનાવોમાં ઉછાળો આવ્યો છે ત્યારે પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ વધારવાની સાથે તસ્કરો સામે કડક રાહે કાર્યવાહી કરાય તેવી માંગ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.