યોજના પડતી મુકાઈ:બોલો, હવે જ્યાં સુધી ચૂંટણી નહીં થાય ત્યાં સુધી અંજારમાં દબાણો નહિ હટે!

અંજાર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉપરથી સૂચના આવી જતા દબાણ હટાવવાની યોજના પડતી મુકાઈ

અંજાર નગરપાલિકા દ્વારા દબાણ હટાવવા માટે કામગીરી આરંભી દેવામાં આવી હતી અને દર અઠવાડિયે આ કામગીરી કરાશે તેવી જાહેરાત પણ કરાઈ હતી પરંતુ અચાનક આ કામગીરી પર બ્રેક લાગી જતા અનેક પ્રશ્નો ઉભા થયા હતા. પરંતુ હકીકતે ઉપરથી જ દબાણ હટાવવાની કામગીરી બંધ કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી હોવાથી કામગીરી પર બ્રેક લાગ્યો હોવાનું સામે આવ્યું છે.

અંજાર નગરપાલિકા દ્વારા થોડા મહિનાઓ પહેલા રસ્તા વચ્ચે જેમણે કાચા દબાણો કાર્ય છે તેમને નોટીસ આપવામાં આવી આવી હતી અને સ્વચ્છાએ દબાણ ખાલી કરી દેવા જણાવવામાં આવ્યું હતું અને જે લોકોએ દબાણો ખાલી નહોતા કરતા તેમના દબાણો પર બુલડોઝર પણ ફેરવવામાં આવ્યું હતું અને આ કામગીરી દર અઠવાડિયે કરવામાં આવશે તેવી વાત પણ કરવામાં આવી હતી. પરંતુ આ કામગીરીના કરને સત્તાપક્ષને વિધાનસભાની ચૂંટણીમાં અસર પડશે તેવો દર બેસી જતા છેક ઉપરી કક્ષાએથી જ કામગીરી બંધ કરી દેવાની સુચના આપી દેવામાં આવી હતી.

જેના કારણે હવે જ્યાં સુધી વિધાનસભાની ચૂંટણી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ કામગીરી આરંભવામાં આવશે નહીં. આ અંગે એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે, અંજારમાં દબાણ હટાવવાની કામગીરીના પડઘા ગાંધીનગર સુધી પડ્યા હતા અને દબાણકારોએ ઉપર સુધી રાવ પહોચાડતા હાલ આ કામગીરી બંધ કરી દેવાની સુચના આપી દેવામાં આવી છે. બાકી પાલિકાએ પ્લાન તૈયાર જ રાખ્યો છે. વિધાનસભાની ચૂંટણી બાદ ફરી દબાણ હટાવવાની કામગીરી શરુ કરી દેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...