રજાના દિવસે વેરા વસુલાત જારી રહેશે:અંજારમાં વેરા ન ભરનારા 6ના ગટર - પાણીના જોડાણ કપાયા

અંજાર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રજાના દિવસે વેરા વસુલાત જારી રહેશે - 15ને અપાઈ વોરંટ જપ્તીની નોટિસ

માર્ચ મહિનો આવતા જ અંજાર પાલિકાની વેરા વસુલાતની ઝુંબેશ વેગ પકડી રહી છે. આજે આ કાર્યવાહી દરમિયાન કુલ ૧૫ જેટલા મિલકત ધારકોને જપ્તી વોરંટ માટેની નોટિસ પણ ઠપકારવામાં આવી છે. નગરપાલિકા દ્વારા વેરા વસુલાતની ઝુંબેશ વેગવંતી બનાવવા માટે કામગીરી માર્ચ મહિના દરમિયાન જાહેર રજાઓ તેમજ બીજા ચોથા શનિવાર તેમજ રવિવારના વેરા વસુલાતની કામગીરી ચાલુ રહેશે, રજાના દિવસે પણ ઓફિસ સમય દરમિયાન વેરાની રકમ ભરપાઈ કરી શકાશે તેવી વ્યવસ્થા નગરપાલિકા દ્વારા ગોઠવવામાં આવી છે.

વસુલાતમાં ઓમ નગર ખાતે એક અને શિવાજી નગર ખાતે એક એમ બે અગાઉ ચાર એમ કુલ્લે છ પાણી અને ગટર ના કનેક્શન કાપવામાં આવેલ છે તે ઉપરાંત ૧૫ ભાગીદારોને જપ્તી વોરંટ માટેની નોટિસો બજાવવામાં આવી છે.

મિલકત ધારકો પ્રોપર્ટી ટેક્સ , પાણીવેરો, ગટર વેરો, સફાઈવેરો, દીવાબત્તી વેરો, વ્યવસાય વેરો તથા નગરપાલિકા શોપિંગ સેન્ટરો તેમજ દુકાનોના ભાડાની બાકી રહેતી રકમ અને શાક માર્કેટનાં સ્ટોલ નું ભાડું એમ તમામ ટેક્સની રકમ તાત્કાલિક ભરી જવી અને આગામી દિવસોમાં વેરા વસુલાત વધુ કડક બનશે તથા બાકી લેણદારો પૈસા નહીં ભરે તો કનેકશન કાપવા ઉપરાંત મોટી રકમ ના બાકીદારોની વેરાની રકમ ભરપાઈ ન કરનાર સામે જપ્તી કે મિલ્કત સીંલીગ ની કડક કામગીરી પણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...