અંજાર તાલુકાના વરસાણા ગામની સીમમાં દેશીદારૂની ચાલુ ભઠ્ઠી પર પૂર્વ કચ્છ એલસીબી ત્રાટકી હતી. જેમાં 9 હજારના મુદ્દામાલ સાથે 1ની અટકાયત કરાઇ હતી.વરસાણાની સીમમાં આરોપી સુલતાન ઈશા કટિયા નામનો આરોપી ગેસના બાટલા વડે દેશીદારૂની ભઠ્ઠી ગાળી રહ્યો હતો. જે દરમ્યાન પૂર્વ કચ્છ એલસીબીએ દરોડો પડી આરોપી સાથે દેશીદારૂ, આથો, 2 ગેસના બાટલા, 2 ચૂલા તેમજ અન્ય સામગ્રી સહીત કુલ રૂ. 9 હજારના મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
તો મુન્દ્રાના પોર્ટ રોડ સ્થિત વિલમાર રિફાઇનરી પાછળ ઘણા સમયથી ધમધમતા દેશી દારૂના પોઇન્ટ પર સ્થાનિક પોલીસે છાપો મારી 10200ના 510 લી.દેશી દારૂ સાથે બુટલેગરને દબોચી લઇ તેની પાસેથી વીસ હજારના મોટર સાયકલ સમેત કુલ્લ 50200 નો મુદામાલ જપ્ત કર્યો હતો.
દેશી દારૂને કોથળીઓમાં પેક કરતા મુકેશ કિશોર દાવડા (ઉ.વ.27 રહે મુન્દ્રા)ને દબોચી લઇ તેની પાસેથી મુદામાલ જપ્ત કરી પાંજરે પૂર્યો હતો. જયારે પોઈન્ટમાં જોડાયેલા જય જગદીશ ટહેલિયાણી(મુન્દ્રા) નારાણ ઉર્ફે મોટો ગઢવી(ઝરપરા)કરસન ઉર્ફે મચ્છી ગઢવી (શેખડીયા)સમેત અન્ય ત્રણ ઈસમો વિરુદ્ધ પ્રોહીબીશન ધારા તળે ગુનો દર્જ કરી તેમને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.