તસ્કરી:રામવાવના પેટ્રોલપમ્પમાંથી યોજના પૂર્વક રૂ. 78 હજાર રોકડની તસ્કરી

અંજાર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માણસો આવતા જોઈ હાજર વ્યક્તિ પમ્પ મૂકી ભાગી ગયો

રાપર તાલુકાના રામવાવમાં આવેલા પેટ્રોલપંપ પર આયોજન પૂર્વક તસ્કરી કરવાનો બનાવ બન્યો હતો. ચોરોએ પ્રથમ પંપના પાછળ આવેલા ઇલેક્ટ્રિક રૂમ માંથી લીતો બંધ કરી CCTVના કેબલો અલગ પાડ્યા હતા. જે બાદ પેટ્રોલ-ડીઝલ વેચાણ સહિતના કુલ રૂ. 78 હજારની ચોરીને અંજામ આપ્યો હતો. બનાવ અંગે રાપર પોલીસ મથકેથી રામવાવમાં આવેલા જાય માતાજી પેટ્રોલપંપના મેનેજર નવલસિંહ સોઢાની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ તેમના પેટ્રોલપંપ પર તા. 8/9ના રાત્રે પોણા નવ વાગ્યે જયારે ફીલર તરીકે ફરજ બજાવતો અલ્તાફ હાજર હતો ત્યારે કોઈ અજાણ્યા ઇસમોએ પંપના પાછળથી લાઈટનો ઘોડો બંધ કરી નાખ્યો હતો.

જેથી અંધારામાં માણસો આવતા જોઈ અલ્તાફ ત્યાંથી પંપ મુકીને નાસી ગયો હતો. જે વાળ તેને પ્રભુભાઈને ફોન કરતા તે આવ્યા હતા અને લાઈટ ચાલુ કરી તપાસ કરતા પંપની ઓફીસના ટેબલમાં રાખેલા પેટ્રોલ-ડીઝલ વેચાણના રોકડા રૂ. 58 હજાર અને સિલકના રોકડા રૂ. 20 હજાર મંડી કુલ રૂ. 78 હજારની ચોરી કરી જવામાં આવી હતી. જે બાદ પાછળના ઇલેક્ટ્રિક રૂમની તપાસ કરતા CCTVના કેબલો ખુલ્લા પડેલા જોવા મળ્યા હતા. જે અંગે રાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

અંજારમાંથી બાઈક ચોરી
અંજારની સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો. અંબરીશ રતનકુમાર વશિષ્ઠે ફરિયાદ નોંધાવી હતી કે, હોસ્પિટલના પ્રાંગણમાં તેમણે સવારે બાઇક મુક્યું હતું. બાદમાં બપોરે બે વાગ્યે આ બહાર આવ્યા ત્યારે પ્રાંગણ માંથી તેમનું વાહન ચોરી થઇ ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...