નોટિસ:અંજારના સવાસર તળાવ વિસ્તારમાં અંધારપટ રહેતો હોવાથી ઠેકેદારને નોટિસ

અંજાર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાયરીંગ ખુલ્લી મૂકી દીધી હોવાથી સર્જાય છે સમસ્યા, 4 કરોડના ખર્ચ બાદ પણ લોકો માટે બિનઉપયોગી

અંજારના ઐતિહાસિક સવાસર તળાવના બ્યુટીફીકેશન માટે રૂ. 4 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં તે લોકો માટે બિનઉપયોગી સાબિત થઇ રહ્યો છે. જે ઠેકેદાર દ્વારા આ તળાવ પર કામ કરવામાં આવ્યું છે તેના દ્વારા વાયરીંગ ખુલ્લી મૂકી દેવામાં આવી હોવાથી મહિનામાં 15 દિવસમાં તળાવની આસપાસ લાઈટો બંધ જ રહે છે. પરિણામે પાલિકા દ્વારા ઠેકેદારને હવે નોટીસ ફટકારવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ અંજાર શહેરમાં ફરવા લાયક 2-3 સ્થળ પૈકીનો એક સ્થળ સવાસર તળાવ છે. અંજાર નગરપાલિકાએ રૂ. 4 કરોડથી વધુનો ખર્ચ આ તળાવના બ્યુટીફીકેશન કર્યો છે. પરંતુ કોઈને કોઈ કારણોસર આ તળાવ નાગરિકો માટે બિનઉપયોગી જ રહ્યો છે, પહેલા તળાવને વહેલો બંધ કરી દેવામાં આવતો હોવાથી લોકો ઢળતી સાંજે તળાવ પર જઈ શકતા ન હતા અને હવે સાંજે ખુલ્લો મુકાય છે ત્યારે ત્યાં લાઈટના અભાવે લોકો રાત્રે ત્યાં રહી નથી શકતા.

આ બાબતે અંજાર નગરપાલિકાના સત્તાધીશોનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, હાલે સવાસર તળાવ કોન્ટ્રાકટરની ગેરેન્ટી પિરિયડમાં છે. જેથી આ બાબતે થેકેદારને નોટિસ ફટકારી દેવામાં આવી છે. જો થેકેદાર આ બાબતે હવે કામગીરી નહિ કરે તો બ્લેકલીસ્ટ સુધીની કાર્યવાહી પણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...