કાર્યવાહી:અંજારમાં સામસામે થયેલી મારામારીમાં 9 લોકો ઘાયલ, પોલીસ ચોપડે જાણવાજોગ નોંધાઈ

અંજારએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અંજારના શેખટીંબા નજીક થયેલી સામસામે મારામારીના બનાવમાં કુલ 9 લોકો ઘાયલ થયા હતા. જે સંદર્ભે અંજાર પોલીસ મથકે જાણવાજોગ નોંધાવવામાં આવી હતી.બનાવ અંગે અંજારની સરકારી હોસ્પિટલ દ્વારા પોલીસ મથકે નોંધાવવામાં આવેલી જાણવાજોગ પરથી મળતી માહિતી અનુસાર આ બનાવ 20/5ના સાંજે 5 વાગ્યાના અરસામાં બન્યો હતો જ્યાં જકાત નાકથી થોડે દૂર શેખટીંબા તરફ સામસામે મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં એક પક્ષે જમલશા શેખ અને ઈસ્માઈલશા શેખને સામાન્ય ઈજાઓ પહોચી હતી.

તેમજ સામા પક્ષે શેખ સુભાનશા નુરશા, હામદશા શેખ, નુરશા ઈબ્રાહીમશા શેખ, રહીમશા શેખ, ઉસ્માનશા શેખ, શેખ અબ્બાઈબ્રાહીમશા તથા જુશબશા શેખને ઈજાઓ અંજારની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જે અંગેની જાણવાજોગ નોંધ અંજાર પોલીસ મથકે કરાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...