મંજૂરી:અંજારમાં 752.3 લાખના ખર્ચે 2 શાળાના નવા વર્ગખંડો બનાવાશે

અંજાર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખાણ ખનીજની ગ્રાન્ટમાંથી નાણાની ફાળવણી

જિલ્લા કક્ષાએ મળેલી બેઠકમાં ખાણ ખનીજ વિભાગની ગ્રાન્ટ માંથી અંજારમાં શિક્ષણનો વ્યાપ વધી શકે તે માટે કે.કે.એમ.એસ ગર્લ્સ હાઈસ્કુલ અને અંગ્રેજી માધ્યમિક શાળામાં નવા વર્ગખંડો બનાવવા રૂ. 752.3 લાખની ફાળવણી કરવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે કચ્છ જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે ના અધ્યક્ષ સ્થાને પૂર્વ રાજ્યમંત્રી અને અંજાર મત વિસ્તારના ધારાસભ્ય વાસણભાઈ આહિર, કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માની ઉપસ્થિતિમાં એક મિટિંગ મળી હતી. જેમાં અંજાર શહેરના શિક્ષણનો વ્યાપ વધારવાના ભાગરૂપે વિવિધ કામો માટે જિલ્લા ખાણ ખનીજ વિભાગની ગ્રાન્ટની રકમ માંથી મંજૂરી આપવામાં આવી હતી.

જેમાં અંજારની કે.કે.એમ.એસ ગર્લ્સ હાઈસ્કૂલમાં હાલના વર્ગોની સંખ્યામાં થતી જરૂરિયાત અને વિદ્યાર્થીનીઓની સંખ્યાને ધ્યાને લઈને જરૂરિયાત હોવાથી સરકારી માધ્યમિક શાળા અંજારમાં નવા વર્ગ ખંડો બનાવવા રૂ. 401.24 લાખ અને અંગ્રેજી માધ્યમની માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળામાં નવા વર્ગ ખંડો બનાવવા રૂ. 351.06 લાખ ફાળવવામાં આવ્યા હતા. જેમાં ધો. 9થી 12ના વર્ગો હાલમાં અંગ્રેજી માધ્યમિક પ્રાથમિક શાળાની બિલ્ડિંગમાં ચાલે છે. જેથી શાળામાં નવા વર્ગખંડોની જરૂરિયાત જણાતા બે નવી બિલ્ડીંગ માટે કુલ રૂ. 752.3 લાખ ફાળવવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...