પાલિકા એકશનમાં:અંજારમાં શેરી ફેરિયાઓ પર નગરપાલિકાની તવાઈ, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો કબ્જે કરાયો

અંજાર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થળ પરથી રૂ. 900 દંડ પણ એકત્રિત કરાયો, હવે સોમવારથી મોટાપાયે કાર્યવાહી થશે

સરકાર દ્વારા અગામી 1 તારીખથી સીગલ યુઝ પ્લાસ્ટિક સંપૂર્ણ બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક લોકોના આરોગ્ય સાથે ગંભીર અસર કરતો હોવા ઉપરાંત ગંદકી ફેલાવે છે અને તેને આરોગવાથી અનેક અબોલા જીવોનું મૃત્યુ પણ થયું છે. ત્યારે સરકારના આ નિર્ણયથી અંજાર નગરપાલિકા એકશનમાં આવી છે અને શેરી ફેરીઓ પર તવાઈ બોલાવવાનું શરૂ કર્યું છે.

આ અંગે અંજાર નગરપાલિકા માંથી મળતી માહિતી મુજબ પાલિકા અવર નવર સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ કરતા વેપારીઓ પર કાર્યવાહી કરતી રહે છે પરંતુ સરકારના નિર્ણય બાદ હવે શેરી ફેરિયાઓ અને કરીયાણાની દુકાનો જે સૌથી વધુ પ્લાસ્ટીકના ઝબલાનો ઉપયોગ કરે છે તેમના પર કાર્યવાહી કરવાનું શરુ કરવામાં આવ્યું છે. જે મુજબ નાની શાકમાર્કેટ પાસે હંગામી રીતે ઉભતા શેરી ફેરયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી અને મોટા પ્રમાણમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પ્રથમ વખતની કાર્યવાહીમાં દંડની રકમ પણ નાની ઉઘરાવવાની હોવાથી રૂ. 900 દંડ પેટે વસુલવામાં આવ્યા હતા.

અંજાર પાલિકાના સેનિટેશન વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ હવે અગામી સોમવારથી પાલિકા મોટાપાયે કાર્વાહી કરવાનું વિચારી રહી છે. નાના ધંધાર્થીઓથી મોટા વેપારીઓ સુધી જે લોકો સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ કરે છે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. જેથી હવે સરકારી નિયમ મુજબ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરી દેવા અપીલ પણ કરવામાં આવી હતી.

પ્લાસ્ટીકની થેલીમાં વેચાતા પાણીના પાઉચ બંધ કરાવનાર જિલ્લાની પ્રથમ પાલિકા
પ્લાસ્ટિક એ ક્યારેય નાશ નથી થતો જેના કારણે લોકો પર તેની ગંભીર અસર પણ પડે છે. તેમાય વાડી માત્ર 1-2 રૂપિયામાં પ્લાસ્ટિકની થેલીમાં વેચાતા પાણીના પાઉચના કારણે શહેરમાં સૌથી વધુ ગંદકી થઇ રહી હતી. ત્યારે 50 માઈક્રોનથી નીચેના પ્લાસ્ટિકના વેચાણ પર મનાઈ ફરમાવવામાં આવતા અંજાર નગરપાલિકા દ્વારા ખુબ જ હલકી ગુણવત્તાના પ્લાસ્ટિક ચા ના કપ અને પ્લાસ્ટિકની થેલીમાં વેચાતા પાણીને શહેરમાં વેચાણ પર સંપૂર્ણ મનાઈ કરી દેવામાં આવી હતી. પાલિકાના કર્મચારીઓ દ્વારા સારી નીયતે આ કામગીરી કરવામાં આવી હોવાથી છેલ્લા લાંબા સમયથી અંજાર શહેર નબળા પ્લાસ્ટીકના દુષણથી બચી શક્યું છે અને આજે હવે શહેર પાણીના પાઉચ મળતા સંપૂર્ણ બંધ થઇ ગયા છે. જેથી અંજાર જિલ્લાનો પ્રથમ એવો શહેર બન્યો હતો જ્યાં પાણીના પાઉચ મળવાનું બંધ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...