કચ્છશક્તિ એવૉર્ડ 2022:વિવિધક્ષેત્રની કચ્છી પ્રતિભાઓને મુંબઈ ખાતે એવોર્ડ આપી સન્માનિત કરાશે

અંજાર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ત્રિકમભાઈ આહિર - Divya Bhaskar
ત્રિકમભાઈ આહિર
  • 2022ના વર્ષના કચ્છશક્તિ એવૉર્ડ જાહેર થયા, કચ્છના કુલ 23 નામો જાહેર કરાયા

છેલ્લા ચાર દાયકાથી કચ્છમાં રહેતા અને કચ્છ બહાર વસતા કચ્છીઓની વિવિધક્ષેત્રની પ્રતિભાઓને કચ્છશક્તિ એવોર્ડ અપાય છે. 2022માં આ એવૉર્ડનું આ બેતાલીસમું વર્ષ છે. કચ્છી નવાંવર્ષ આષાઢીબીજના રોજ અપાતા કચ્છશક્તિ એવોર્ડમાં આ વર્ષે કુલ 23 નામ જાહેર થયેલાં છે. જેમા જાણીતા ગુજરાતી સાહિત્યકાર માવજી મહેશ્વરીને સાહિત્યરત્ન એવોર્ડ જાહેર થયેલો છે.

માવજી મહેશ્વરી
માવજી મહેશ્વરી

આ ઉપરાંત પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, મિરાજભાઈ શાહ, વિરેન્દ્રભાઈ જવાહર મહેતા, એડવોકેટ ત્રિકમભાઈ આહિર અને મહેન્દ્ર એન. શાહને સમાજરત્ન એવોર્ડ, દીપક વી. છેડા, રાજેશ શંભુલાલ ઠક્કર, અને અમૃતલાલ ડી. ગાલાને સમાજસેવા એવૉર્ડ, દેવયાની સોની, ચંદ્રિકા નાગડા, રીતુ પુજારાને નારી રત્ન એવોર્ડ, હેતલ ઠક્કરને સિને એવોર્ડ, સુનિલ માંકડને પત્રકાર એવોર્ડ, વિપુલ છેડાને સાહિત્ય એવોર્ડ, રીધમ મામણિયા અને જીતેન્દ્ર ઠક્કરને રમતગમત એવોર્ડ, નરેશ અંતાણીને સંશોધન એવોર્ડ, રમેશ કાનજી દેવરિયાને કાર્ટુનીસ્ટ એવોર્ડ, ડો. દર્શન મહેન્દ્ર રાજાણીને મેડીકલ એવોર્ડ, ગૌરવ અને હેમાંગ મોમાયાને કેટરર્સ એવોર્ડ. ગિતિકા વિકમસીને ઉદ્યોગ રત્ન એવોર્ડ તથા યશોધન કારાણીને ઇન્સ્યોરન્સ ખોજ એવોર્ડ આપવાનું પસંદગી સમિતિ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

પહેલી જુલાઈ 2022ના રોજ કચ્છી નવાવર્ષના દિવસે દાદર (મુંબઈ) ખાતે લોકનેતાઓ અને જાણીતી હસ્તીઓની હાજરીમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવશે એવું સંસ્થાના કન્વીનર હેમરાજ શાહની યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...