હત્યારો ઝડપાયો:વરસાણામાં હત્યા કરનારો આરોપી ઓરિસ્સાથી જબ્બે

અંજાર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3 વર્ષ પહેલાં બનાવને અંજામ આપી નાસી ગયો હતો

3 વર્ષ પહેલાં વરસાણાની ખાનગી કંપનીમાં કામ કરતા 3 ઈસમોએ ઉછીના આપેલા રૂ. 3 હજાર પરત મેળવવા યુવાનને પથ્થરોના ઘા મારી હત્યા કરી નાખી હતી. જે બનાવમાં 2 આરોપીઓ ઝડપાઈ ગયા હતા પરંતુ બનાવને અંજામ આપી એક આરોપી નાસી જતા અંજાર પોલીસે તેને ઓરિસ્સાથી ઝડપી લીધો હતો.

આ અંગે અંજાર પોલીસ મથકે મળતી માહિતી મુજબ તા. 13/1/2019ના વરસાણાના ચૌધરી ટીમ્બર ખાતે મૃતક ઇન્દ્રમણીને આપેલા ઉછીના રૂ. 3 હજાર પરત લેવા બાબતે આરોપી ગોવિંદ, શુસાંત અને કાલીયાએ બોલાચાલી કર્યા બાદ મૃતકને પથ્થરોના ઘા મારી તેની હત્યા કરી નાખી હતી. જે બાદ તા. 14ના આ બાબતે ગુનો નોંધાતા પોલીસે ગોવિંફ અને શુસાંતને ઝડપી લીધા હતા.

પરંતુ આરોપી 31 વર્ષીય કાલીયા પંડાબ બીસ્વાલ નાસી ગયો હતો. જે બાદ પોલીસને તે આરોપી ઓરિસ્સાના ગંજમ જિલ્લાના તાલા પાટા વિસ્તારમાં હોવાની બાતમી આધારે અંજાર પોલોસની ટિમ ઓરિસ્સા ગઈ હતી અને આરોપીને ઝડપી લીધો હતો. આરોપીને અંજાર પોલીસ મથકે લાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અંજાર પોલીસે જણાવ્યું હતું કે ઓરિસ્સા પોલીસનો સારો સહયોગ મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...