ક્રાઈમ:વરસામેડી હત્યા કેસમાં અંજાર પોલીસે બનાવ સ્થળે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું

અંજાર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપી અને FSLની ટીમની હાજર રહી, પોલીસે સમગ્ર ઘટના તાજી કરી

અંજારના વરસામેડી ખાતે રૂમ પાર્ટનરે લુંગી અને વાયર વડે ગળું દબાવી મૃત્યુ થયા બાદ મૃતદેહને ઘરના પાણીના ટાંકામાં ફેંકી દઈ નાસી છૂટવાનો ચકચારી બનાવ બન્યો હતો. જે બનાવ બાદ અંજાર પોલીસે આરોપીને જોધપુર ખાતેથી દબોચી લીધો હતો અને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જેથી કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જે બાદ અંજાર પોલીસે આરોપી અને FSLની ટીમને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.

આ અંગે અંજાર પોલીસ મથકના પી.આઈ. એસ.ડી. સિસોદિયાએ જણાવ્યું હતું કે, વરસામેડીની અંબાજી રેસિડેન્સીના મકાન નંબર 55માં રહેતા 23 વર્ષીય અજિતસિંહ મલેકની વાય૨, લૂંગી વડે ગળે ટૂંપો દઈ હત્યા કરવામાં આવી હતી. બાદમાં મૃતક યુવાનના મૃતદેહને ઘરના આંગણામાં આવેલા પાણીના ટાંકામાં ફેંકી આરોપી નાસી છૂટ્યા હતો.

મૃતક યુવનના ભાઇ વેરૂભા મલેક (દરબાર)એ મૂળ રાજસ્થાનના જોગારામ ઉર્ફે આર્યન ભગીરથ શર્મા (ગોડ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે દરમિયાન આરોપી રાજસ્થાનના જોધપુરમાં હોવાનું લોકેશન મળતાં પોલીસ ત્યાં પહોંચી ગઇ હતી અને આ આરોપીને પકડી પાડ્યો હતો. જેને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાતાં તેના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતાં. રિમાન્ડમાં રહેલા આરોપી અને FSLની ટીમ સાથે અંજાર પોલીસે મૃતક યુવાનના ઘરે જ્યાં ઘટના બની હતી ત્યાં જઈ સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રકશન કર્યું હતું અને સમગ્ર ઘટનાને તાજી કરી FSLની ટીમ અને અંજાર પોલીસે જીણવટ પૂર્વકની તપાસ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...