હાલાકી:અંજારમાં ગરમી વચ્ચે આડેધડ વીજકાપથી લોકો ત્રાહીમામ થયા

અંજાર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાળઝાળ ગરમીમા મેન્ટેનન્સનું કામ કરાતું હોવાથી નારાજગી ફેલાઈ

એક તરફ વર્ષના સૌથી ગરમ દિવસો પસાર થઇ રહ્યા છે, જેના કારણે સરકારે પણ રેડ એલર્ટ જાહેર કર્યું છે અને ગરમીથી બચવા ઘરે જ રહેવા જણાવવામાં આવ્યું છે પરંતુ અંજારમાં વીજ વિભાગ જાણે લોકોને દંડવા માંગતી હોય તેમ અડધા દિવસનો આડેધડ વીજ કામ મૂકી દેતી હોવાથી લોકો પાયમાલ થઈ રહ્યા છે.

સામાન્ય રીતે શિયાળાના દિવસોમાં અથવા જ્યારે ગરમી ઓછી હોય તેવા સમયે મેન્ટેનન્સનું કામ કરવામાં આવતું હોય છે પરંતુ અંજાર વીજ વિભાગ દ્વારા આ કામગીરી વર્ષના સૌથી કપરા દિવસોમાં કરવામાં આવી રહ્યા હોવાના કારણે બપોરે 2 વાગ્યે એટલે કે ગરમીના પીક સમય સુધી લોકોને ગરમીમાં બાફવું પડતું હોવાથી નારાજગી ફેલાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ અંજારના દબડા વિસ્તારમાં શુક્રવારે સવારે 7-30 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી મેન્ટેનન્સના નામે વીજ વિભાગે લાંબો વીજ કાપ મૂકી દીધો હતો. ખરેખર જ્યારે ગરમીનું પ્રમાણ ઓછું હોય ત્યારે આ કામગીરી કરી શકાય છે પરંતુ વીજ વિભાગ જાણે લોકોને પરેશાન કરવા માંગતુ હોય તેમ સખત ગરમીના દિવસોમાં જ વીજ કાપ મૂકી દીધો હોવાથી લોકો પાયમાલ થયા હતા.

સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ ઈમરજન્સીને બાદ કરતા આવી કામગીરી કરવામાં આવતી હોય તેવું ક્યારે જોયું જ નથી એક તરફ અંજારમાં સૌથી વધુ ગરમી પડી રહી છે તેવા સમયે જ વીજળી ગુલ હોવાથી મહિલાઓ અને બાળકોને પરેશાની ઉઠાવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...