શરાબના જથ્થાનો નાશ:શિણાયમાં ગાંધીધામ અંજારમાં ઝડપાયેલા રૂ. 1.62 કરોડના શરાબ પર બુલડોઝર ફર્યું

અંજાર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રાંત અધિકારી, ડીવાયએસપી સહિતના અધિકારીઓની હાજરીમાં કામગીરી કરાઈ

ગાંધીધામ બી ડિવિઝન અને અંજાર પોલીસ દ્વારા છેલ્લા 1 વર્ષમાં ઝડપી લેવામાં આવેલી રૂ. 1.62 કરોડનો શરાબનો નાશ શિણાયની સરકારી જમીન પર કરવામાં આવ્યો હતો. આ અંગે મળતી માહિતી મુજબ અંજાર પોલીસ દ્વારા વર્ષ 2020-21માં ઝડપવામાં આવેલા રૂ. 78,93,250ના કિમતનો શરાબના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ઝડપેલા રૂ. 83,91,270ના શરાબના જથ્થાનો નાશ ગાંધીધામ તાલુકામાં આવતા શિણાય ગામની સીમની સરકારી ખરાબાની જમીન પર કરવામાં આવ્યો હતો.

આ કામગીરી સમયે અંજાર-ગાંધીધામના નાયબ કલેકટર મેહુલ દેસાઈ, નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી, અંજાર પી.આઇ. સુખવિંદરસિંગ ગડુ, ગાંધીધામ બી ડિવિઝનના પી.આઈ કે.પી. સાગઠીયા, નશાબંધી શાખાના પી.એસ.આઈ આઇ.એચ. ડોડીયા તેમજ અંજાર તથા ગાંધીધામ બી ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...