જૂની પેન્શન યોજના પછી લાવવા અને અન્ય માંગો સાથે કર્મચારી મંડળ લડત ચલાવી રહ્યું છે અને જુદા જુદા પ્રકારે પોતાની માંગો વધુ મજબુત કરવા પ્રયત્ન કરી રહ્યું છે ત્યારે અંજારમાં ભાજપના કમળ પાસે પોસ્ટરો ચિપકાવી માંગ વધુ બનાવવામાં આવી છે.
નવતર વિરોધના ભાગ રૂપે અંજારમાં કોઈ સરકારી કર્મચારી દ્વારા આ પોસ્ટર આંદોલન ચલાવવામાં આવ્યું છે. જેમાં ભાજપ દ્વારા કમળનો ચિત્ર બનાવવામાં આવ્યો છે તે વોલ પેન્ટિંગની બાજુમાં જ જુદા જુદા સ્લોગન સાથે આંદોલનમાં વધુ એક કાર્યક્રમનો ઉમેરો કરવામાં આવ્યો છે. જૂની પેન્શન યોજના ચાલુ કરવા તેમજ સાતમાં પગાર પંચ મુજબ ભથ્થા અને ગ્રેડ પે બાબતે \”જો પુરાની પેન્શન ભાલ કરેગા અબ વહી દેશ પર રાજ કરેગા\” જેવા સ્લોગન સાથે પોસ્ટરો ચીપકાવવામાં આવ્યા છે.
જાહેરમાં જોઈ શકાય તે રીતે કમળના ચિત્રની બાજુમાં જ આવા પોસ્ટરો લગાવવામાં આવતા લોકોના ધ્યાન આ પોસ્ટર તરફ ખેચાયા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં હાલે કર્મચારી મંડળ દ્વારા જૂની પેન્શન યોજના અને અન્ય માંગો સાથે સરકાર સમક્ષ આન્દોલ ચલાવવામાં આવી રહ્યા છે અને જુદા જુદા કાર્યક્રમો, ધરણા વગેરે કરી માંગ વધુ મજબુત બનાવવામાં આવી રહી છે ત્યારે અંજારમાં નવતર પ્રયોગ થતા આંદોલનને નવું વેગ મળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.