વિવાદ:અંજારમાં માતાજીના દર્શન બાબતે કાકા-કાકી સહિત આઠ લોકોએ લાકડીઓ વડે હુમલો કર્યો

અંજાર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બનાવમાં એક જ પરિવારના 3 ઘાયલ, યુવાનને અસ્થિભંગ સહિતની ઈજાઓ

અંજારમાં માતાજીના દર્શન કરવા બાબતે કાકા અને તેના પરિવારના 8 ઇસમોએ લાકડીઓ વડે હુમલો કરતા 3 લોકો ઘાયલ થયા હતા. અંજારના કળશ સર્કલ પાસે રહેતા 22 વર્ષીય કિશન ફકીરાભાઈ વડેચાની ફરિયાદને ટાંકીને અંજાર પોલીસમાંથી મળતી માહિતી મુજબ ફરિયાદી તેના દાદાના વાડામાં માતાજીના દર્શન અર્થે ગયો હતો. જ્યાં તેના કાકા દેવશી અમથુ વડેચા અને કાકી ગીતાબેન અને તેમના સંતાનોએ ફરિયાદી સાથે ઝપાઝપી કરી હતી.

જેના બીજા દિવસે આરોપી કાકા-કાકી ઉપરાંત સુરેશ દેવશી વડેચા, નીતેશ દેવશી વડેચા અમથુ ગોવિંદ ચાંગાવડીયા, ભવન અમથુ ચાંગાવડીયા, કિશન અમથુ ચાંગાવડીયા અને ભરત અમથુ ચાંગાવડીયા હાથમાં લાકડીઓ લઈ ફરિયાદીના ઘરે પહોંચી આવ્યા હતા અને યુવાનને તેના દાદાના વાડામાં લઈ જઈ લાકડીઓ વડે માર માર્યો હતો. જ્યાં ફરિયાદીનો ભાઈ વિનોદ અને પિતા આવી પહોંચતા આરોપીઓ તેમને પણ માર મારવા લાગ્યા હતા.

જેમાં વિનોદને ફ્રેકચર સહિતની ઈજાઓ પહોંચી હતી તેમજ ફરિયાદી તથા તેના પિતાને મૂઢ ઈજાઓ પહોંચી હતી. જે બાદ તમામ ઘાયલોને અંજારની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જે બાદ ફરિયાદીએ અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...