અપહરણ:અંજારમાં યુવાને માતા અને બહેનના સથવારે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

અંજાર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અંજારના નાની નાગલપરની ઘટના : શાળાથી LC કઢાવી પોતાના ઘરે લઇ ગયો

અંજાર તાલુકાના નાની નાગલપર ગામની 15 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપીને આરોપી યુવાન દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હોવાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં આરોપીને તેની માતા અને બહેને સહકાર આપ્યો હોવાથી ત્રણેય વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.

આ અંગે અંજાર પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ નાની નાગલપર ગામની 15 વર્ષિય સગીરા ધો. 10માં અભ્યાસ કરે છે, આરોપી અંજારના વિજયનગરમાં રહેતા શાહિલ કાનજી બકુત્રાએ સગીરાને લગ્નની લાલચ આપી તેનું શાળા માંથી સ્કૂલ લિવિંગ સર્ટી કઢાવી પોતાના ઘરે લઈ ગયો હતો.

જ્યાં મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવામાં આવ્યો હતો તેમજ ભોગ બનનાર સગીરાના વાલી વારસો સગીરાની શોધખોળ કરતા કરતા આરોપીના ઘરે ગયા ત્યારે સગીરા ત્યાં હોવા છતા શાહિલની માતા લીરીબેન અને બહેન ધનુએ સગીરા પોતાના ઘરે ન હોવાનું જણાવ્યું હતું અને બાદમાં સગીરા પોતાની મરજીથી આવી હોવાનું જણાવી તેના લગ્ન શાહિલ સાથે કરાવવાના હોવાનું કહ્યું હતું. આ બનાવમાં સગીરાના પિતાએ આરોપી યુવાન તેની માતા અને બહેન સામે સગીરાના અપહરણ, દુષ્કર્મ, પોક્સો સહિતની કલમો તળે ગુનો દાખલ કરાવ્યો હતો.

મેઘપર-બો.ની 14 વર્ષીય સગીરાનું અપહરણ કરાયાની ફરિયાદ દાખલ
અંજાર તાલુકાના મેઘપર-બો.ના રવેચીનગરમાં રહેતા પરિવારની 14 વર્ષની દિકરીનો અપહરણ થયું હોવાની ફરિયાદ તેના પિતાએ નોંધાવી છે. સગીરાના પિતાએ અંજાર પોલીસને જણાવ્યું હતું કે, 3 મેના બપોરે 3-30 વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યો ઈસમ સગીરાને લલચાવી ફોસલાવી કાયદેસરના વાલીપણા માંથી અપહરણ કરી ગયો હતો. જે બનાવ સંદર્ભે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...