લોકોમાં આશ્ચર્ય:અંજારમાં પાર્ક ટ્રેઇલર આપોઆપ ચાલી વિજ થાંભલા સાથે અથડાયું

અંજાર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકોમાં આશ્ચર્ય, થોડા સમય માટે વીજ પુરવઠો ખોરવાયો

અંજારના કળશ સર્કલ પાસે પાર્ક કરેલું ટ્રેઇલર અચાનક ચાલવા લાગ્યો હતો અને વિજપોલ સાથે અથડાયો હતો. જેના કારણે સ્થાનિક વિસ્તારનો વીજપુરવઠો પણ ખોરવાયો હતો. આ બનાવમાં સ્થાનિકો ચાલક વગર ચાલતા ટ્રેઇલરને જોઈ આશ્ચર્યમાં પણ મુકાયા હતા. બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આ બનાવ શનિવારે રાત્રે કળશ સર્કલ પાસે બન્યો હતો.

જેમાં એક ટ્રેઇલર ચાલકે પોતાનું ટ્રેઇલર પાર્ક કરી હોટલ નજીક ચા પીવા ગયો હતો ત્યારે પાર્ક કરેલું ટ્રેઇલર અચાનક ચાલવા લાગ્યું હતું અને પાસે જ રહેલા વિજપોલ સાથે અથડાયું હતું. ચાલક વગર ચાલતા ટ્રેઇલરને જોઈ સૌ કોઈ આશ્ચર્યમાં પણ મુકાયા હતા. ટ્રેઇલર ધડાકા સાથે વિજપોલ સાથે અથડાતા સ્થાનિકે વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. જોકે થોડા સમયમાં વિજપૂરવઠો પુનઃ કાર્યરત પણ થઈ ગયો હતો. આ બનાવમાં વિજપોલ સાથે ટ્રેઇલરમાં પણ નુકસાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...