ભચાઉ તાલુકાના ગુણાતીતપુર ગામની વાડી માંથી કોઈ અજાણ્યા ચોર ઈસમોએ સોલાર પ્લેટોથી મોટર સુધી પથરાયેલો 3712 મીટર કોપરનો વાયર ચોરી કરી જતા ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ અંગે ભચાઉ પોલીસ મથકેથી રતિલાલ વિઠ્ઠલભાઈ પટેલની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ ફરિયાદીની ગુણાતીત પુરની સીમમાં શેઠિયા ફરમ આવેલું છે. જેમાં સોલા અને ઇલેક્ટ્રિક મોટર ચલાવવામાં આવે છે.
આ વાડીમાં તા. 24/7ના રાત્રે કોઈ અજાણ્યા ચોર ઇસમોએ સોલરની પ્લેતોમાં લાગેલા રૂ. 5,30,984ની કિમતના 3712 મીટર મોટર સુધી લગાવવામાં આવેલા વાયરો જેમાં 3 મોટરના કનેક્શન કરેલા હતા. તેની ચોરી કરી ગયા હતા. જે બાબતની જાણ થતા ફરિયાદીએ ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.
સરસપરની બે વાડીના બોરમાંથી 13,500ના 90 મીટર કેબલની ચોરી
ભુજ તાલુકાના સરસપર ગામની સીમમાં આવેલી બે વાડીના બોરમાંથી 90 મીટર કેબલ વાયરની ચોરી થઇ જતાં માધાપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે. સરસપર ગામે રહેતા ખેડૂત હિરાભાઇ રૂપાભાઇ ખાસા (આહિર)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ચોરીનો બનાવ સોમવારની સાંજેથી શુક્રવારની સાંજ દરમિયાન બન્યો હતો. ફરિયાદીની વાડીની બહાર લાગેલા બોરમાંથી 40મીટર કિંમત રૂપિયા 7,500 તેમજ બાજુની શૈલેશભાઇ નાથાભાઇ હાલાઇની વાડીના બોરમાંથી 40 મીટર વાયર કિંમત 6હજારની કોઇ અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હતા. માધાપર પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.