કાર્યવાહી:આખરે વરસામેડી હત્યા કેસનો આરોપી પકડાયો, ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાશે

અંજાર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંજાર પોલીસ 4 વખત રાજસ્થાન ગયા બાદ આરોપીને પકડવામાં સફળ

અંજારના વરસામેડી ખાતે રૂમ પાર્ટનરે લુંગી અને વાયર વડે ગળું દબાવી મૃત્યુ થયા બાદ મૃતદેહને ઘરના પાણીના ટાંકામાં ફેકી દઈ નાસી છૂટવાનો ચકચારી બનાવ બન્યો હતો. જે બનાવ બાદ અંજાર પોલીસે આરોપીને પકડવા 4 વખત રાજસ્થાન ગયા બાદ આખરે જોધપુર માંથી આરોપી મળી આવતા તેને અંજાર કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો. જેથી કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજુર કરતા હવે પોલીસ આરોપીની હાજરમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરશે.

આ અંગે અંજાર પોલીસ મથકના પી.આઈ. એસ.ડી. સિસોદિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, વરસામેડીની અંબાજી રેસિડેન્સીના મકાન નંબર 55માં રહેતા 23 વર્ષીય અજિતસિંહ મલેકની વાય૨, લૂંગી વડે ગળે ટૂંપો દઈ હત્યા કરવામાં આવી હતી. બાદમાં મૃતક યુવાનના મૃતદેહને ઘરના આંગણામાં આવેલા પાણીના ટાંકામાં ફેંકી આરોપી નીસી છૂટ્યા હતો. મૃતક યુવનના ભાઇ વેરૂભા મલેકએ મૂળ રાજસ્થાનના જોગારામ ઉર્ફે આર્યન ભગીરથ શર્મા (ગોડ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ શખ્સને પકડવા પોલીસની ટીમો પણ રાજસ્થાન ગઈ હતી.

દરમીયાન તે રાજસ્થાનના જોધપુરમાં હોવાનું લોકેશન મળતાં પોલીસ ત્યાં પહોંચી ગઇ હતી અને આ શખ્સને પકડી પાડ્યો હતો. જેને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાતાં તેના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતાં. આ શખ્સે અજિતસિંહની હત્યા કયા કારણોસર કરી હતી તે હજુ બહાર આવ્યું નથી. જેથી હવે રીમાન્ડના સમય દરમ્યાન આરોપીની હાજરીમાં સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...