પાણી સમસ્યા:ગાંધીનગર કક્ષાએથી ફાઇલ ક્લિયર થઈ પણ વહીવટી મંજૂરીમાં અટકી

અંજાર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નલ સે જલ પ્રોજેક્ટ અંજારની પાણી સમસ્યા હલ કરશે, પણ મંજૂરી મળશે તો
  • પ્રોજેકટ કાર્યરત થાય તો પાણી સમસ્યા ભૂતકાળ બની જાય

સરકાર દ્વારા નલ સે જલ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યના તમામ લોકોને નર્મદાનું પાણી મળી રહે તે માટેના પ્રયત્નો કરી રહી છે. અંજારની વાત કરીએ તો એક સમયે પીવાના મીઠા પાણીથી તરબતર રહેતુ શહેર હવે જળ સ્તર નીચા ઉતરી જતા નર્મદાના નોર પર નભી રહ્યું છે. તેવામાં સરકાર દ્વારા નલ સે જલ પ્રોજેક્ટ અમલમાં મુકતા હવે અંજારવાસીઓની મીટ આ પ્રોજેક્ટ પર મંડાઈ છે, કારણ કે જો આ પ્રોજેક્ટ અંજારમાં અમલી બને તો અનેક ફાયદાઓ થઈ શકે તેમ છે અને ફરી જો જળ સ્તર ઉપર આવી જાય તો અંજાર હરિયાળું બની જશે.

આ અંગે મળતી માહિતી મુજબ સરકારનો નલ સે જલ પ્રોજેક્ટ માટે કચ્છમાં હાલે ભુજ, ગાંધીધામ અને રાપર એમ ત્રણ તાલુકાને મંજુરી મળી ચુકી છે. એટલે કે આ વિસ્તારોમાં હવે નર્મદાનું પાણી મળી રહેશે અને પાણીની તંગી નહી રહે, તેવી રીતે અંજાર પાલિકા દ્વારા પણ યોગ્ય આ દિશામાં કાર્યવાહી કરવામાં આવી છે. જે અંતર્ગત અધૂરા કાગળોના કારણે ફાઇલ ગાંધીનગર કક્ષાએ જ અટકી ગઈ હતી. જેને લાંબા સમય બાદ મંજૂરી મળી શકી હતી. પરંતુ હવે આ ફાઇલ તાંત્રિક અને વહીવટી મંજૂરી માટે અટકી ગઈ છે.

અંજાર નગરપાલિકા સાથે સંકળાયેલા જવાબદારોએ જણાવ્યું હતું કે, પ્રોજેક્ટને મંજૂરી મળતા જ સરકાર 22 કરોડ રૂપિયા અંજાર માટે ફાળવશે, હાલે અંજાર શહેરમાં કુલ 17 એમએલડી પાણીની જરૂર છે અને પાલિકા દ્વારા નર્મદાનું 16 એમએલડી પાણી મળે તેવી દરખાસ્ત કરાઈ છે. જો સરકાર તાત્કાલિક મંજૂરી આપર અને ગ્રાન્ટ ફાળવે તો શહેરની પાણી સમસ્યા નહિવત બની જશે.

અન્ય સમાચારો પણ છે...