ભ્રસ્તાચારની રાવ:શિક્ષણમાં પણ રાજકારણ, સત્તાધારી પાર્ટીએ મનમાની ચલાવી ફોર્મ કોને ભરવા તે નામો પણ ઉપરથી નક્કી કરીને મોકલ્યા

અંજારએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અંતિમ દિવસે અંજાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટેના ફોર્મ ભરાયા
 • ભ્રષ્ટાચારના મામલામાં વિવાદમાં આવતો વિભાગ એટલે અંજારની શિક્ષણ સમિતિ, સભ્યમાં નામો કપાતા અનેક રીસાયા

અંજાર નગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને ભ્રષ્ટાચારનો સાધન માનવામાં આવે છે. આ અગાઉ આ સમિતિમાં અનેક ભ્રસ્તાચારો થયા છે. જે ઓડીટમાં સામે આવ્યા છે અને લાખોના આકડામાં તેની રીકવરી પણ કાઢવામાં આવી છે. જે બાબતે ભ્રસ્તાચારીઓએ હજુ સુધી તે રકમ પરત જમા નથી કરવી અને તેમના પર હજુ સુધી ફોજદારી ફરિયાદ પણ નથી થઇ તેવામાં સત્તાધારી પાર્ટીએ ફરી મનમાની ચલાવી 12 સભ્યોના નામો ઉપરથી જ નક્કી કરી ફરી વખત શિક્ષણમાં રાજકારણ ઘુસાડ્યું છે.

આ અંગે મળતી માહિતી મુજબ અંજાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી માટેના ફોર્મ ભરવા માટે ગુરુવારે છેલ્લો દિવસ હોવાથી સત્તાધારી પાર્ટીના જિલ્લા કક્ષાના મોવાદીયો ઉપરથી નામો નક્કી કરી અંજાર પાલિકાએ પહોચ્યા હતા અને જે લોકોની સેટિંગ બેઠી તેવા 11 પાર્ટીના અને 1 કો-ઓપરેટીવ સભ્યે પોતાનો ફોર્મ રજુ કર્યો હતો.

સમગ્ર કચ્છમાં એકમાત્ર અંજાર નગરપાલિકા હસ્તકની પ્રાથમિક શાળાઓનું શિક્ષણ સમિતિ દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે. જેમાં સત્તાધારી પાર્ટી તમામ જગ્યાએ રહી ગયેલા લોકોને સાચવવા સેટિંગ બેસાડી સભ્યો માટે ફોર્મ ભરાવે છે અને તેમાંથી ચેરમેન, વાઈસ ચેરમેનની નિમણુક કરવામાં આવતી હોય છે.

આવી પ્રવૃત્તિથી શિક્ષણમાં સીધી રીતે રાજકારણ ઘુસી જતું હોવાથી રાજકીય લોકો મોટા પાયે ભ્રષ્ટાચાર કરવા લાગે છે અને શિક્ષણ માટે આવતી ગ્રાન્ટનો બેફામ ગેરઉપયોગ કરી લાખોની રકમ ચાઉ કરી જતા હોવાથી ઓડીટમાં અગાઉ રીકવરી પણ કાઢવામાં આવી છે.

તેવામાં લાંબા સમય બાદ ફરી જિલ્લા કક્ષાએથી પાર્ટી સાથે જોડાયેલા લોકોના નામો નક્કી કરી છેલ્લા દિવસે ફોર્મ ભરાવવામાં આવ્યા હતા. અનેક લોકોની શિક્ષણ સમિતિમાં ફોર્મ ભરવાની ઈચ્છાઓ હોવાથી નામો કપાઈ જતા નારાજગી પણ ફેલાઈ હતી. અંજાર નગરપાલિકા ખાતે શુભ મુહુર્તમાં ઉમેદવારોએ ચૂંટણી અધિકારી અને નગરપાલિકાના પ્રમુખ લીલાવંતીબેન પ્રજાપતિ અને મદદનીશ ચુંટણી અધિકારી અને ઉપપ્રમુખ બહાદુરસિંહ જાડેજાને ફોર્મ સુપરત કર્યા હતા. આ વેળાએ ભરતભાઇ શાહ, વસંતભાઈ કોડરાણી, દિલીપભાઈ શાહ અને જિલ્લા કક્ષાએથી અનિરુધ્ધભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

ફોર્મ ભર્યા તે ઉમેદવારોના નામો

 • હસમુખભાઈ કોડરાણી
 • તેજસભાઈ મહેતા
 • અશ્વિનભાઈ પંડ્યા
 • બલરામભાઈ જેઠવા
 • વરૂણભાઈ ઠક્કર
 • મોનિકાબેન લોચાણી
 • વિજયભાઈ (પ્રદીપ) ગોહિલ
 • કિશોરપુરી રામપુરી ગોસ્વામી
 • દિગંતભાઈ ધોળકિયા
 • વાસંતીબેન સોરઠીયા
 • ધનજીભાઈ કોઠીવાર
 • કિશોરસિંહ જાડેજા (12મા કો-ઓપરેટિવ સભ્ય તરીકે

જે લોકો રીસાયા તે તમામ પાસાએ કપાયા
અંજારમાં સત્તાપક્ષ સાથે સંકળાયેલા લોકોને સૌથી છેલ્લે સાચવવા માટે શિક્ષણ સમિતિમાં સ્થાન આપવામાં આવે છે. તમામ પાસાએ બાકી રહી ગયા હોય તેવા વ્યક્તિઓ ઉપરાંત હાલમાં જેને હોદ્દો મળેલો છે તેવા લોકો પણ સમિતિમાં સ્થાન મળે તે માટે દોડતા હોય છે. ત્યારે છેલ્લી ઘડી સુધી જેમના નામો નક્કી હતા તેવા લોકોના નામો પણ કપાઈ જતા નારાજગી ફેલાઈ હતી અને જિલ્લા પ્રમુખ પાસે આજીજીઓ પણ કરવામાં આવી હોવાની વાતો અંદરો અંદર થવા લાગી હતી.

અન્ય સમાચારો પણ છે...