અંજાર અને મેઘપર-બો.માં એકટીવા સ્લીપ થવાના 2 બનાવો બન્યા હતા. આ બનાવોમાં બંને વૃદ્ધ મહિલાઓ શિવ મંદિરે દર્શન કરવા જતી હતી ત્યારે અકસ્માતનો બનાવ બન્યો હતો. તા. 19/5ના સવારે 9 વાગ્યાના અરસામાં મેઘપર-બો.માં રાધા કૃષ્ણ સોસાયટી પાસે બનાવ બન્યો હતો. જેમાં સ્થાનિકે જ રહેતા 64 વર્ષીય જ્યોત્સનાબેન ભરતસિંહ વાઘેલાને તેમનો પુત્ર જયદીપસિંહ એકટીવા પર બેસાડી શિવ મંદિરે દર્શન કરાવવા લઇ જતો હતો ત્યારે અચાનક રસ્તામાં શ્વાન આવી જતા એકટીવા સ્લીપ થઇ ગઈ હતી.
જે બનાવમાં વૃદ્ધાને થાપાના ભાગે ફ્રેકચર સહિતની ઈજાઓ થઇ હતી. તો બીજો બનાવ અંજારના ભદ્રેશ્વર મંદિર પાસે બન્યો હતો. જ્યાં મહાદેવ નગરમાં રહેતા 80 વર્ષીય પ્રેમીલાબેન મણીલાલ પાતરીયાને તેમનો પુત્ર બીપીનભાઈ મહાદેવ મંદિરે એકટીવા પર દર્શન કરાવવા લઇ જતો હતો ત્યારે અચાનક એકટીવા સ્લીપ થઇ જતા વૃદ્ધાને પગમાં ફ્રેકચર સહિતની ઈજાઓ થઇ હતી. આ બંને બનાવો બનતા અંજાર પોલીસ મથકે જાણવા જોગ નોંધાવવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.