અકસ્માત:મોરગર ત્રણ રસ્તા પાસે ટ્રેઇલર વીજ વાયરના સંપર્કમાં આવતા ચાલક ભડથું, અન્ય 1 દાઝ્યો

અંજાર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અન્ય વાહનની સાઈડ કાપવાના ચક્કરમાં ટ્રેઇલર રોડ પરથી નીચે ઉતર્યું ને સર્જાયો અકસ્માત

ભચાઉ તાલુકાના મોરગર ગામ પાસેના ત્રણ રસ્તા પાસે કન્ટેનર સાથેનો ટ્રેઇલર વીજ વાયરના સંપર્કમાં આવી જતા શોર્ટ સર્કિટ થયું હતું. આ બનાવમાં ટ્રેઇલરના પાછળના ટાયરમાં આગ લાગી ગઈ હતી. તો ચાલક વીજશોક લાગતા સ્થળ પર જ મૃત્યુ પામ્યો હતો. જયારે ખલાસીને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.

બનાવ અંગે સુત્રોએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ભચાઉ તાલુકાના સુખપર ખાતે આવેલી એક ખાનગી કંપનીમાં માલ ખાલી કરી પરત ફરતી વેળાએ મોરગર ત્રણ રસ્તા પાસે અન્ય વાહનની સાઈડ કાપવાના ચક્કરમાં ટ્રેઇલર રોડ પરથી નીચે ઉતરી ગયો હતો. જે દરમિયાન ટ્રેઇલર પરનો ખાલી કન્ટેઇનર 11kv વીજ વાયરના સંપર્કમાં આવી જતા ધડાકા સાથે શોર્ટ સર્કીટ થવા લાગ્યું હતું. જેના કારણે ટ્રેઇલરના પાછળના ટાયરમાં આગ લાગી ગઈ હતી અને ચાલક 30 વર્ષીય સંજય રાયને આ બનાવમાં જોરદાર વીજશોક લાગતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.

તો તેની સાથેના ખલાસીને પણ જોરદાર વીજશોક લાગ્યો હોવાથી સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવ બાદ સ્થાનિકોએ સળગતા ટાયર પર પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો. તો બીજી તરફ બનાવની જાણ થતા દુધઈ પોલીસ ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને ચાલકના મૃતદેહને પી.એમ. માટે દુધઈ સીએચસી ખાતે ખસેડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...