લેન્ડ ગ્રેબિંગ:સીનુગ્રામાં વૃદ્ધાના ઘરે જવાના રસ્તા પર દબાણ થતાં ફોજદારી

અંજાર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રસ્તા પર પાકું બાંધકામ કરી ગેટને તાળું દઈ દેતા આવવા-જવાનો રસ્તો જ બંધ થઈ ગયો હતો

અંજાર તાલુકાના સીનુગ્રા ગામે વૃદ્ધાના ઘર સુધી જવાના રસ્તા પર પાકો બાંધકામ કરી ગેટને તાળું મારી દઈ રસ્તો બંધ કરી નાખવામાં આવતા લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે. વૃદ્ધાએ પ્રાંત કચેરીમાં અરજી કરી હતી. જે અનુસંધાને કલેક્ટર દ્વારા ફરિયાદનો આદેશ અપાતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ અંગે અંજાર પોલીસ મથકેથી સીનુગ્રા ગામે રહેતા 92 વર્ષીય ભાગીરથીબેન ગોપાલભાઈ ટાંકની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ સીનુગ્રા ગામે ગ્રામ પંચાયત સર્વે નં. 2 આરોપી બિપિન ધરમશીભાઈ વાઢેરની છે. જેના દક્ષિણ અને પશ્ચિમ ખૂણા પર ફરિયાદીના ઘર તરફ આવવાનો રસ્તો છે.

જે રસ્ત પર આરોપીએ દબાણ કરી પાકો બાંધકામ કરી લોખંડનો ગેટ નાખી તેને તાળું મારી 6 ગુઠા જેટલી જમીન પચાવી લીધી હતી. જેના કારણે વૃદ્ધાના ઘર સુધી જવાનો રસ્તો બંધ થઈ જતા ફરિયાદીએ લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ અંજાર પ્રાંત કચેરીએ અરજી કરી હતી.

જેની તપાસ બાદ આરોપી વિરુદ્ધ ફોજદારી ફરિયાદ નોંધાવવાનો હુકમ કરવામાં આવતા ફરિયાદીએ અંજાર પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...