વિવાદ:પિછાણામાં પીરદાદાના ઉત્સવમાં ભાગ લેવા બાબતે ધીંગાણું, 15 સામે ફરિયાદ

અંજાર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાકડી અને પથ્થર વડે હુમલા પ્રતિ હુમલામાં તમામને સામાન્ય ઇજાઓ

રાપર તાલુકાના પિછાણા ગામે પીરદાદાના ઉત્સવમાં ભાગ લેવા બાબતે ધીંગાણું સર્જાયું હતું. જેમાં 15 લોકો વિરુદ્ધ સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બનાવ અંગે આડેસર પોલીસ મથકેથી બાદલપર (પિછાણા) ગામે રહેતા 34 વર્ષીય અમરસી લાખાભાઈ કોલીની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ તેમના ગામમાં પીરદાદાનો ઉત્સવ હોવાથી અને ત્યાં બહેન-દિકરીઓ રમતી હોવાથી ઉત્સવમાં આવવાની ના પાડી હોવા અંગેનો મનદુઃખ રાખી આરોપી હીરા નાનજી કોલી, મુન્ના ભૂરા કોલી, નાનજી જેસંગ કોલી, અરવિંદ હરજી કોલી, હિતેશ કનુ કોલી, ભરત હરિ કોલી અને નાનજીભાઈની પત્નીએ ફરિયાદી અને તેમના સાથે રહેલા અન્ય વ્યક્તિઓ પર લાકડીઓ વડે હુમલો કરી નાખ્યો હતો.

તો સામાપક્ષે નાનજી જેસંગ કોલીએ ફરિયાદ નોંધાવી હતી કે, મુન્નો અને નાનજી ઉત્સવમાં ગયા હોવાથી અહીં શા માટે આવ્યા છો તેવું કહી આરોપીઓ અમરસી લાખા કોલી, નરશી કોલી, પ્રકાશ કોલી, નિલા બાબુ કોલી, હિતેશ રામજી કોલી, રતિલાલ બાબુ કોલી, રાજુ માનસંગ કોલી, જયરામ અંબાવી પટેલ અને હરજી જેસા પટેલે પથ્થર વડે ફરિયાદી અને તેના સાથે રહેલા વ્યક્તિઓ પર હુમલો કરી નાખ્યો હતો. બનાવમાં તમામને સામાન્ય ઇજાઓ પહોંચતા આ અંગે આડેસર પોલીસ મથકે સામસામે ફરિયાદ નોંધાવાઇ છે.

ભચાઉમાં વૃદ્ધા અને તેના પુત્રને માર મરાયો
ભચાઉમાં 3 ઈસમોએ વૃદ્ધા અને તેના પુત્રને ઘરમાં આવી લાકડા વડે માર માર્યો હતો. બનાવ અંગે ભચાઉના જુનાવડામાં રહેતા 60 વર્ષીય કુંવરબેન સાદુરભાઈ કોલીએ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી માવજી શંભુ કોલી, ગાંધી શંકર કોલી અને દિલીપ સામા કોલી ફરિયાદીના ઘરે આવી તારા પૌત્રને મારવો છે તેવું કહી ફરિયાદીને પુત્ર જેરામને લાકડા વડે માર મારવા લાગ્યા હતા જેમાં ફરિયાદી વચ્ચે પડતા તેમને પણ માથા અને આંખના ભાગે ઇજાઓ પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...