અંજાર તાલુકાના મોટી નાગલપર ગામે સસ્તા અનાજની દુકાન મંજુર કરવામાં ન આવતા મામલતદારને પત્ર લખી ધરણા કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ અંગે મોટી નાગલપર ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અરવિંદભાઈ ભચુભાઈ મહેશ્વરીએ અંજાર મામલતદારને લેખિત પત્ર લખી જણાવ્યું હતું કે, તા. 26/4/2015ના પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર યોજના સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનો ખોલવાનો મામલતદાર કચેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.
તા. 3/11/2021 સુધી ફોર્મ ભ૨વાની સમય મર્યાદા રાખવામાં આવી હતી. જેમાં અંદાજીત છ મહિનાનો સમય વીતી ગયો હોવા છતાં પણ અરજદારોની અરજીઓનો કોઈપણ નિકાલ ક૨વામા આવ્યો નથી અને સ્થાનીકે આવી કોઈપણ જાતનું સર્વે પણ કરવામાં નથી આવ્યું અને અરજદારોને રૂબરૂ બોલાવી એમના ડોકયુમેન્ટની પણ ચકાસણી કરવામાં નથી આવી.
હાલની નવી પંચાયતની બોડી દ્વારા ગ્રામજનોની રાય લઈ અને તા. 7/2ના ઠરાવ પણ ક૨વામાં આવ્યો છે. જેથી હવે દિવસ 15મા જો નિર્ણય લેવામાં નહિ આવે તો મામલતદાર કચે૨ી સામે ગ્રામજનો દ્વારા અનિશ્ચિત મુદ્દત સુધી ધ૨ણા પ૨ બેસવામા આવશે. તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.