ધોમ વેચાણ:વેકેશન પુરું થતાં અંજારમાં સ્ટેશનરીના ધંધા ખુલ્યા, વેપારીઓની દુકાનોમાં ગ્રાહકો દેખાયા

અંજાર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેશનરી, શાળાનો ગણવેશ, બેગ, બોટલનું ધોમ વેચાણ

કોરોનાના કારણે શાળાઓ બંધ થઇ જતા સ્ટેશનરી અને શાળાને લગતી વસ્તુનો વેચાણ કરતા વેપારીઓનો ધંધો તો જાણે બંધ જ થઇ ગયો હતો. ત્યારે હવે વેકેશન ખુલવાના ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે અંજારમાં લોકો ખરીદી માટે ઉમટી પડ્યા છે. અંજારમાં સતત બે વર્ષ સુધી મંદીની માર સહન કરી બહારમાં ટકી રહેલા વેપારીઓની જાણે હવે દિવાળી આવી હોય તેમ સ્ટેશનરી, શાળાનો ગણવેશ રાખતા વેપારીઓ ઉપરાંત બેગ, પાણીની બોટલનું ધોમ વેચાણ થવા લાગ્યું છે.

ગુજરાત બોર્ડના નાનાથી મોટા સુધીના તમામ વિધાર્થીઓની અગામી 14મીએ ઉનાળો વેકેશન પૂર્ણ થઇ રહ્યું છે. ત્યારે ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને શિક્ષણ લગતી તમામ વસ્તુઓ બહારથી લેવાની થતી હોવાથી વેપારીઓની દુકાનોમાં ભીડ જોવા મળી રહી છે. તો બીજી તરફ સરકારી શાળાઓની પરિસ્થિતિ એવી છે કે વેકેશન પૂર્ણ થવા આવ્યું હોવા છતાં હજુ સુધી પાઠ્યપુસ્તકો પણ શાળાએ પહોચ્યા ન હોવાથી વિધાર્થીઓને ન છૂટકે જુના પાઠ્યપુસ્તકો મારફતે અભ્યાસ કરાવવું પડે તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. આ સ્થિતિ લગભગ દર વર્ષે થતી હોવાનું જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...