ક્રાઈમ:અંજારમાં દોઢ વર્ષ બાદ એક સાથે 2 ઇસમોને પાસા હેઠળ અમદાવાદ-સુરત ધકેલી દેવાયા

અંજાર19 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંજાર તાલુકાના વરસામેડી અને મેઘપર-બો.માં રહેતા અને શરાબના ગુનામાં સંડોવાયેલા 2 ઇસમોને પાસા હેઠળ ધકેલી દેવામાં આવ્યા હતા. અંજારમાં આવો બનાવ દોઢ વર્ષમાં બીજી વખત બન્યો છે જયારે એક સાથે 2 ઇસમોને પાસા હેઠળ ધકેલી દેવામાં આવ્યા હોય. વરસામેડીના શાંતિધામ-3માં રહેતા ઇનુસ ઉર્ફે યુનુસ ફકીરમામદ મીર તથા મેઘપર-બો.ના પરશોત્તમ નગરમાં રહેતા નિલેશ ઉર્ફે ટીંકુ ભગવાનભાઇ સોલંકી (માલી) પર ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે મોટા પ્રમાણમાં શરાબના જથ્થા સાથે ઝડપાયા હોવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

જે સંદર્ભે પોલીસ દ્વારા બંને આરોપીઓ વિરુદ્ધ પાસા હેઠળની દરખાસ્ત કરવામાં આવતા જિલ્લા કલેકટર દ્વારા તે દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી. જેથી એકને મધ્યસ્થ જેલ, અમદાવાદ અને બીજાને લાજપોર જેલ, સુરત ખાતે મોકલી દેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...