કાર્યવાહી:અંજારમાં લાંબા સમય બાદ પોલીસે ચોરીની 2 બાઈક સાથે 2ને ઝડપ્યા

અંજારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પકડાયેલા આરોપીએ નામ ખોલતા બીજો આરોપી પણ પોલીસ સકંજામાં

અંજારમાં છેલ્લા લાંબા સમયથી ચોરી, લૂંટ હત્યા જેવા ગંભીર બનાવો બની રહ્યા છે, પરંતુ પોલીસ અધિકારીઓની ઈચ્છા શક્તિના અભાવે ડીટેકશન નહિવત થયું હતું. ત્યારે હવે નવા પી.આઈ. અને સ્ટાફમાં પણ નવા કર્મચારીઓ ઉમેરતા કામગીરી ફરી થાળે પડી છે અને ડીટેકશન થવા લાગ્યા છે.

આ અંગે અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, બુધવારે અશાબા વે બ્રીજ પાસે વહન ચેકિંગ દરમ્યાન ચોરીની બાઈક સાથે મકલેશ્વર મંદિર પાછળ રહેતો રમેશ મેઘજી ભીલ નામનો ઇસમ ઝડપાઈ ગયો હતો. જે બાદ તેની પુછપરછ કરતા તેણે આ બાઈક આરોપી દિનેશ જીવા ભીલ સાથે મળી ચોરી કરી હોવાનું કબુલતા બીજા દિવસે જયારે એપીએમસી પાસે પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી.

ત્યારે ભીમાસર ગામે રહેતો આરોપી દિનેશ ભીલ મળી આવ્યો હતો. આ ઇસમ પણ આદિપુર મધ્યેથી ચોરી કરેલી બાઈક ચલાવતો હોવાથી પોકેટ કોપ સોફટવેરની મદદથી તેને ઝડપી લેવામાં આવ્યો હતો. આમ અંજાર પોલીસે બે દિવસમાં બંને ચોરોને ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...