તપાસ હાથ ધરાઈ:મેઘપર-બો.માં વોકિંગ કરતી મહિલાના ગળામાંથી ચેન ખેંચી આરોપીઓ ફરાર

અંજાર14 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંજાર તાલુકાના મેઘપર-બો.માં વોકિંગમાં નીકળેલી મહિલાના ગળા માંથી પ્લસર બાઇક પર આવેલા 2 અજાણ્યા ઈસમોએ 8 ગ્રામની ચેઇન ખેંચી ફરાર થઇ ગયા હતા. સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતી યોગીનીબેન રાજુભાઇ શર્માની ફરિયાદ મુજબ તા. 25/5ના સવારે 5 વાગ્યાના અરસામાં મેઘપર-બો.ની જીનસ કંપની સામે સર્વિસ રોડ પર ખારેકની વાડી પાસેથી વોકિંગ કરવા નીકળી હતી.

જે અરસામાં પલ્સર પર 2 અજાણ્યા ઈસમો આવ્યા હતા આજે વોકિંગ કરી રહેલી મહિલાના ગળામાં પહેરેલી રૂ. 27,800ના કિંમતની 8 ગ્રામની સોનાની ચેન ખેંચી ફરાર થઇ ગયા હતા. જે સંદર્ભે મહિલાએ અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...