ક્રાઇમ:નવી ભચાઉમાં વૃધ્ધાના બંધ મકાનમાંથી 82 હજારના રોકડ-દાગીનાની ઉઠાંતરી

અંજાર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગંગોણની સીમમાં PGVCLના વિદ્યુત થાંભલામાંથી 35 હજારના વાયરની તસ્કરી

નવી ભચાઉમાં તાલુકા પંચાયત પાછળના ભાગે આવેલ વૃદ્ધાના બંધ ઘરને નિશાન બનાવી અજાણ્યા ચોર ઇસમો રોકડ-દાગીના સહિત 82 હજારની મત્તા ચોરી કરી ગયા હતા. આ અંગે ભચાઉ પોલીસ મથકેથી પરમ શાંતિ ઈંગ્લીશ સ્કુલ પાછળ, નવી ભચાઉમાં રહેતા 64 વર્ષીય ચંદ્રસિંહ વિજયસિંહ વાઘેલાની ફરિયાદને ટાંકીને મળતી વિગતો મુજબ ફરિયાદીની માતા જીકુબા તાલુકા પંચાયત ક્વાર્ટર પાછળ રેલવે પટરી સામે રહે છે. જેમની તબિયત નાદુરસ્ત હોવાથી તે ફરિયાદીના ઘરે આવ્યા હતા.

જે દરમિયાન તા. 19/9ના કોઈ અજાણ્યા ચોર ઇસમોએ બંધ ઘરનું તાળું તોડી કબાટની તિજોરી માંથી 25 ગ્રામની સોનાની કંઠી, 2 સોનાના કેયડા, 6 ચાંદીના સિક્કા અને રોકડા રૂ. 6000 મળી કુલ રૂ. 82,100ની મત્તા ચોરી કરી ગયા હતા. જે અંગે ફરિયાદીએ ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.

બીજી બાજુ તસ્કરો નખત્રાણાના પંથકમાં દિવસ ઉગે ને, ચોરીના બનાવો સામે આવે છે. બે મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો. ત્યાં નખત્રાણા તાલુકાના ગંગોણ ગામની સીમમાં આવેલા પીજીવીસીએલના 11 કેવીની લાઇનના વીજ પોલ પરથી 134મીટર વાયર કિંમત રૂપિયા 34,8,42ની ચોરી તેમજ નખત્રાણાની સીમમાં વાડીમાંથી બ્લોઅર મશીનમાં લાગેલા 15 હજારની કિંમતના પીતળના 10 નંગ નોઝલની ચોરી કરી જવાતાં નખત્રાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ તેમજ ભુજ તાલુકાના દેશલપર વાંઢાય ગામે રહેતા કૈલાશકુમાર મરતાજી તોમરની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, બનાવ નખત્રાણા તાલુકાના ગંગોણ ગામની સીમમાં ગત 1 ઓગસ્ટ 2022ના કોઇ પણ સમય દરમિયાન બન્યો હતો. નખત્રાણા ગંગોણ ગામની સીમમાં આવેલા પીજીવીસીએલના 11 કેવી લાઇનના થાંભલા પરથી કોઇ અજાણ્યા શખ્સો રૂપિયા 34,842ની કિંમતના વાયરની ચોરી કરી ગયા હતા. ઉલ્લેખનીય બાબતે છે કે જિલ્લા ભરમાં ચોરીના બનાવો વધી ગયા છે તેની સામે ડિટેક્શનનું પ્રમાણ સાવ ઘટી જતા લોકોની ચિંતામાં વધારો થયો છે.

નખત્રાણાની ભાગોળે આવેલી વાડીમાંથી 15 હજારના 10 નંગ પીતળના નોઝલ ચોરી જવાયા
નખત્રાણા સીમ વિસ્તારમાં આવેલી વાડીમાંથી કોઇ અજાણ્યા શખ્સો વાડીમાં રાખેલા બ્લોઅર મશીનમાં લાગેલા પીતળના દસ નંગ નોઝલ કિંમત રૂપિયા 15 હજારની ચોરી કરી ગયા હતા. આ અંગે નખત્રાણા જુનાવાસના સરદારનગરમાં રહેતા ખેડૂત જીગ્નેશ મોહનલાલ પાંચાણીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બન્ને બનાવોની નોંધ લઇને આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...