કાર્યવાહી:ખેડોઈની ખાનગી કંપનીના ગેટ પાસેથી 6 ઇસમોએ યુવાનનું અપહરણ કરી માર માર્યો

અંજાર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવાનનો મિત્ર અન્ય સમાજની છોકરી ભગાડી જતા પૂછપરછ માટે ગાડીમાં ઉઠાવી જવાયો

અંજાર તાલુકાના ખેડોઇ ગામ નજીક આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવાનને કંપનીના ગેટ પાસેથી 6 ઈસમો ગાડીમાં અપહરણ કરી ગયા હતા. યુવાનનો મિત્ર મુસ્લિમ સમાજની છોકરી ભગાડી ગયો હોવાથી તેની પુછપરછ માટે યુવાનને માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

મેઘપર-કું.ના કપિલેશ્વર નગરમાં રહેતા 26 વર્ષીય કરણસિંહ દોલતસિંહ જાડેજાની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ ફરિયાદી માન કંપનીમાં કામ પર હતો ત્યારે કોન્ટ્રાક્ટર દશરથસિંહે આરોપીઓએ ફરિયાદી વિષે પુછપરછ કરી હતી.

જેથી સાંજે 7 વાગ્યે જયારે ફરિયાદીની નોકરી પૂરી થઇ ત્યારે તે બહાર નીકળતા સિનુગ્રા ગામે રહેતો આરોપી મામદ અધાભા સાથે અન્ય 5 અજાણ્યા ઈસમો ગાડી લઈને ઉભા હતા. જેથી યુવાન મારી પુછપરછ શા માટે કરતા હતા તેવું પૂછવા જતા તેને ગાડીમાં બેસાડી તેનું અપહરણ કરી લેવાયું હતું.

બાદમાં તેને ભુવડ મથડા માર્ગ પર લઈ જઈ તારો મિત્ર નીતીશ મુસ્લિમ સમાજની છોકરી ઉપાડી ગયો છે તે ક્યાં છે તેમ પુછી માર મારવા લાગ્યા હતા. તું એમ નહી બોલ ભુવડ વાડે લઈ જવો પડશે તેવું કહી ભુવડ તરફ જતા હતા ત્યારે કોઈનો ફોન આવ્યો હતો અને સિનુગ્રા પાટિયા પાસે જઈ યુવાનને બસમાં બેસાડી દીધો હતો અને બાદમાં ફરાર થઇ ગયા હતા. જે અંગે યુવાને અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આરોપી તાત્કાલિક પકડાય તે માટે યુવાનો પોલીસ મથકે પહોચ્યા
ખેડોઇ ની કંપની પાસેથી યુવાનનું અપહરણ થયું છે તેવી વાત ફેલાઈ જતા મોટી સંખ્યામાં યુવાનો અંજાર પોલીસ મથકે પહોંચી આવ્યા હતા અને ફરિયાદ નોંધી તાત્કાલિક આરોપીઓની ધરપકડ થાય તેવી માંગ પણ કરી હતી. જે યુવાનોને પોલીસે આરોપીઓ તાત્કાલિક પકડાઈ જશે તેવું ધરપત આપતા યુવાનો પરત ફર્યા હતા.

સિનુગ્રા પાસે યુવાનોએ માર્ગ રોકી દીધો
યુવાનનું અપહરણ સિનુગ્રા રહેતા શખ્સે કર્યું છે તે વાત જાણવા મળતા વિફરેલા યુવાનોએ સિનુગ્રા જતો રોડ એક તબક્કે રોકી દીધો હતો. પરંતુ એલ.સી.બી. તેમજ અંજાર પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ માર્ગને ખુલ્લો કરાવી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...