ધરપકડ:ભચાઉ-ગાંધીધામ પાસે કારમાંથી 300 બોટલ શરાબ સાથે મોરબીના 3 ઝડપાયા

અંજારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શરાબ મોકલનાર વિરુદ્ધ પણ ગુનો નોંધાયો
  • પોલીસે​​​​​​​ કાર સહિત કુલ રૂ. 5.81 લાખની મત્તા કબજે કરી

ભચાઉ-ગાંધીધામ હાઇવે પર મધરાતે ભચાઉ પોલીસે કરેલી કાર્યવાહીમાં 1 લાખથી વધુની કિંમતના ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે મોરબીના ત્રણ ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહીમાં કુલ રૂપિયા 5.81 લાખની મતા કબજે કરવામાં આવી છે.

આ અંગે ભચાઉ પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, ભચાઉ પોલીસે બાતમીના આધારે હાઈવે પર વોચ ગોઠવતા અણુશક્તિ કંપની પાસેથી હ્યુન્ડાઇ વર્ના કાર નં. જીજે 03 જેસી 9005 તપાસતા તેમાં રૂ. 1,31,640ના કિમતની ભારતીય બનાવટની વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ 300 બોટલ મળી આવી હતી. જેથી વિદેશી દારૂના જથ્થા સાથે મોરબીના મોહિત સુરેશભાઈ પૈજા, પ્રિન્સ વિરેન્દ્રભાઈ ઝીલરીયા, હરજીભાઈ હસમુખભાઈ વાઘેલા નામના શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા.

જે બાદ શરાબના જથ્થા ઉપરાંત રૂ. 4 લાખની કાર અને રૂ. 50 હજારના 4 મોબાઈલ સહીત કુલ રૂ. 5,81,640ની મત્તા પોલીસે કબજે કરી ઝડપાયેલા 3 શખ્સો ઉપરાંત શરાબ મોકલનાર સહિતના લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરી મદદનીશ પોલીસ અધિક્ષક આલોક કુમાર, પીઆઇ એસ. એન. કરંગિયા, પીએસઆઇ વી. પી. આહિર તથા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...