પશ્ચિમ કચ્છમાં સ્ટેટ મોનિટરિંગ સેલે જુગારીઓને પકડી પાડ્યા બાદ હવે ભચાઉ પોલીસે પણ દરોડો પડ્યો હતો. આ દરોડામાં ચોબારીમાં જાહેરમાં જુગાર રમતા 3 ઈસમોને ઝડપી લીધા હતા. જયારે 6 આરોપીઓ નાસી ગયા હતા. આ અંગે ભચાઉ પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ભચાઉ પોલીસે ચોબારીમાં જુના રામ મંદિરની પાછળના વિસ્તારમાં આવેલી ખુલ્લી જગ્યામાં ધાણીપાસનો જુગાર ૨મતા શખ્સો પર દરોડો પડ્યો હતો.
પૂર્વ બાતમીના આધારે ભચાઉ પોલીસે પાડેલા દરોડામાં રણછોડ વશરામ વરચંદ, ધનાભાઈ રામજીભાઈ રાજપૂત અને રમેશ શામજીભાઈને ઝડપી પાડી આરોપીઓ પાસેથી રૂ. 10,800 રોકડા, 3 મોબાઈલ, 6 બાઈક સહિત કુલ 1,35,800નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો આ દરોડામાં આરોપીઓ પચાણ રતાભાઈ આહિર, ભરત મોહન સુથાર, શામજી લખમણ આહિર, વિપુલ રાયધણ લુહાર, ભરત ભુરાભાઈ આહિર અને રમેશ ઉર્ફે ભગત જેરામ ચાવડા નામના આરોપીઓ પોલીસના સુવાળા હાથ તેમના સુધી પહોંચે તે પહેલા જ નાસી છુટ્યા હતા. જેથી પોલીસે ભાગી છૂટેલા આરોપીઓને પકડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.