વિકાસકામો:આડાએ વિકાસકામો માટે પાલિકાને 2.50 કરોડ આપ્યા, પાણીનો નિકાલ અને તોરલ સરોવર માટે ગ્રાન્ટ ફાળવાઇ

અંજાર19 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંજાર એરિયા ડેવલોપમેન્ટ ઓથોરિટી (આડા)એ વિકાસકામો માટે અંજાર નગરપાલિકાને રૂ. 2.50 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી. આ અંગે અંજાર પ્રાંત કચેરીએથી મળતી માહિતી મુજબ અંજાર એરિયા ડેવલોપમેન્ટ ઓથોરિટી પાસે ડીપોઝીટ અને અન્ય સ્ત્રોત મારફતે આવક થતી હોય છે.

જે સંદર્ભે અંજાર નગરપાલિકા દ્વારા આડા કચેરી પાસે શહેરમાં એકત્રિત થતાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા હલ કરવા અને તોરલ સરોવરનો વધુ વિકાસ કરવા ગ્રાન્ટની જરૂરિયાત હોવાની પ્રપોઝલ તૈયાર કરી માંગણી મુકતા આડાના અધ્યક્ષ જિલ્લા કલેકટર અને અંજાર પ્રાંત અધિકારી દ્વારા આ દરખાસ્તને મંજુર કરી હતી અને જુદા જુદા વિકાસકામો માટે રૂ. 2.50 કરોડની ગ્રાન્ટ ફાળવી આપી હતી.

જે બાબતે ગુરુવારે સવારે અંજારના પ્રાંત અધિકારી દ્વારા અંજાર નગરપાલિકાના પદાધિકારીઓ ચેક પણ આપી દેવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે હાલે થોડા સમય પહેલા જ તોરલ સરોવર ફરતે દીવાલ બનાવવાનું કામ કરવામાં આવ્યું હતું. જે બાદ હજુ પણ તેમાં વિકાસકામો કરવાની જરૂરત હોવાથી આડા કચેરી પાસે ગ્રાન્ટની માંગ કરવામાં આવી હતી. શહેરના તળાવોનો વધુ વિકાસ થાય તો પર્યટનને પ્રોત્સાહન મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...