• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • Anjar
  • 23 Vijpoles And Over 10 Trees Uprooted In Anjar Due To Heavy Rains With Strong Winds: Blackout like Conditions: Municipalities And Power Systems Worked On War Footing

શહેરમાં તારાજી દેખાઇ:અંજારમાંભારે પવન સાથે વરસેલા વરસાદમાં 23 વિજપોલ અને 10થી વધુ વૃક્ષ ધરાશાયી: અંધારપટ્ટ જેવી સ્થિતિ: પાલિકા અને વિજ તંત્રે યુદ્ધના ધોરણે કામ કર્યું

અંજાર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1998ના વાવાઝોડા બાદ 24 વર્ષે શહેરમાં આવી તારાજી દેખાઇ

વર્ષ 1998માં આવેલા વાવાઝોડા બાદ 24 વર્ષે સૌથી વધુ તારાજી 2022માં પવનના કારણે અંજારમાં સર્જાઈ હતી. સાંજે 4-10થી 4-45 સુધી ભારે પનવ અને વરસાદના કારણે અનેક વૃક્ષો અને વિજપોલ ધરાશાયી થઈ ગયા હતા. જેના કારણે શહેરમાં અંધારપટ જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી અને જાહેર માર્ગો બંધ થઈ ગયા હતા. પરંતુ વીજ વિભાગ અને પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવતા પરિસ્થિતિ કાબુમાં આવી હતી.

સાંજ પડતા જ ભારે ગરમી વચ્ચે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી પડ્યો હતો. ભારે પવન સાથે વરસાદ પડતાં જોત-જોતામાં 74mm એટલે કે 3 ઈંચ જેટલો વરસાદ વરસી પડ્યો હતો. જેના કારણે શહેરમાં અનેક સ્થળોએ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી. તો બીજી તરફ ભારે પવન ફૂંકાતા શહેરમાં 23થી વધુ વિજપોલ અને 10થી વધુ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા.

પાલિકાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, શહેરના માલાશેરી, 12 મીટર રોડ, વેલજી ગજ્જર સર્કલ,એકતા નગર રોડ, મામલતદાર કચેરી પાસે, બગીચા પાસે, ખડીયા તળાવ પાસે, નગર પાલિકા કચેરીમાં, શ્યામસુંદર હોસ્પિલ સામે, સવાસર તળાવ વગેરે સ્થળોએ વૃક્ષ પડવાના બનાવો બન્યા હતા. તો બીજી તરફ 23થી વધુ જુદા જુદા સ્થળોએ વિજપોલ ધરાશાયી થઈ ગયા હતા. વૃક્ષો પડવાનો બનાવ બનતા દેવળીયા નાકાથી બસ સ્ટેશન ઉપરાંત અન્ય માર્ગો બંધ પણ થઈ ગયા હતા. તો બીજી તરફ વૃક્ષો વાહનો પર પડતા નુકશાન પણ થયું હતું.

કેજીબીવીમાં બાળકીઓને છત પર ખસેડવી પડી, હાઉસિંગ બોર્ડમાં ભરાયા વરસાદી પાણી
અંજારમાં 3 ઇંચથી વધુ વરસાદ પડતાં કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં પાણી ભરાઈ ગયા હતા. બાજુમાં બનાવેલી બોક્સ ચેમ્બરનું લેવલ ન રહેતા પાણી પરત આવી રહ્યા હોવાથી કેજીબીવી અને શાળા નં. 16માં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે કેજીબીવીમા રહેતી બાળકીઓને છત પર લઈ જવાની સ્થિતિ ઉભી થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...