અબડાસા તાલુકાના બિટ્ટા ગામે આખરે 10 વર્ષના લાંબા સમય બાદ આરોગ્ય સેવા પૂર્વવત થઈ છે. ગામના સરકારી દવાખાનામાં અગ્રણીઓની હાજરીમાં ડિસ્પેન્સરી ખુલ્લી મુકવામાં આવી હતી. જેને લઈને હવે સ્થાનિકે આરોગ્ય સેવા મળતા લોકો દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી છે.
મહત્વની વાત એ છે કે, અગાઉ બિટ્ટા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હતું પણ ભૂકંપ બાદ આ જગ્યા રદ કરવામાં આવી ત્યારથી આરોગ્ય સેવા બંધ હતી અને છેલ્લા દસ વર્ષથી સરકારી દવાખાનાને પણ તાળા લાગેલા હતા. પરંતુ આખરે ડોક્ટરની જગ્યા ભરાતા સરકારી દવાખાનાના તાળા ખૂલ્યા જેથી ગામમાં આનંદ ફેલાયો હતો. પણ, 10 વર્ષ સુધી લોકોને સ્થાનિકે આરોગ્ય સેવાથી વંચિત રહેવું પડ્યું હતું તેનું દુઃખ પણ જોવા મળ્યું હતું.
ચાંદનીબેન ગોધાણીના હસ્તે ડિસ્પેન્સરી સેવા શરૂ કરાઈ હતી. જેથી હવે બીટા ગામે સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર લોકોને મળી રહેશે તેરા પીએચસીના નેજા હેઠળ આ સેવા શરૂ કરવામાં આવી છે.અગાઉ જ્યારે બિટ્ટા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત હતું ત્યારે આસપાસના 10 ગામના લોકોને સેવાનો લાભ મળતો હતો જેથી હવે ગ્રામજનોએ ફરી આ સ્થળે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવામાં આવે તેવી માગણી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.