આરોપીની ધરપકડ:કોઠારામાં કુવામાંથી મૃત મળેલા યુવકને ધક્કો મારીને ઉતાર્યો હતો મોતને ઘાટ

કોઠારા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂપિયા મુદે બબાલ થતાં ફેંકી દીધો હોવાની કેફીયત

અબડાસા તાલુકાના કોઠારા ગામે ગત 23મીના જુલાઇના કુવામાંથી મળી આવેલ મૃત યુવાનનો બનાવ હત્યામાં પલ્ટાયો છે. મિત્રએ જ રૂપિયા મુદે બાબલ થતાં કુવામાં ધકો મારીને મોતને ઘાટ ઉતારી દીધો હોવાની ફેફીયત આરોપીએ પોલીસને આપતાં ધરપકડ કરી વધુ તપાસ કરી છે.

કોઠારા ગામે જોગીવાસમાં રહેતા રાજેશ વાલજી જોગી નામના યુવાનની લાશ શીતળાવાળા નાકા પાસે આવેલા પંચાયતના કુવામાંથી મળી આવી હતી. કોઠારા પોલીસની તપાસ દરમિયાન બાતમીના આધારે શકદાર તરીકે મૃતકના મિત્ર કનૈયા દામજી જોગીની પોલીસે અટકાયત કરીને પુછપરછ કરતાં આરોપી કનૈયાએ પોલીસને જણાવ્યું હતું કે, રાજેશ સાથે બનાવને દિવસે પંચાયતના કુવાની પાળે બેઠા હતા. મજુરીના રૂપિયાના લેતી-દેતીના હિશાબ મુદે બોલાચાલી થઇ હતી. ઉસ્કેરાટમાં આવીને મે રાજેશને ધકો માર્યો હતો. જેને કારણે રાજેશ કુવામાં ડૂબી જતાં તેનું મોત થયું હતું.

બનાવ બાદ મારા પર શક ન જાય તેથી ઘરે ચાલ્યો ગયો હતો. આરોપીની કેફીયત બાદ પોલીસે ધરપકડ કરી લીધી હતી. આરોપી વિરૂધ મરણ જનારના ભાઇ ધરમશી વાલજી જોગીએ આરોપી વિરૂધ કોઠારા પોલીસ મથકમાં હત્યાની કલમ તળે ગુનો નોંધાવ્યો હતો. ગુનાના ડીટેકશનની કામગીરીમાં કોઠારા પોલીસ મથકના પીએસઆઇ વાય.પી.જાડેજા સાથે પોલીસ સ્ટાફ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...