વિવાદ:ઠાસરાની સેન્ટ ફ્રાન્સીસ સ્કૂલમાં ફી બાકી હોય તેવા છાત્રોને પરિણામ નહીં બતાવાતાં વાલીઓનો હોબાળો

ઠાસરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઠાસરામાં આવેલ અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં ફી મુદ્દે વાલીઓએ હોબાળો કર્યો. - Divya Bhaskar
ઠાસરામાં આવેલ અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં ફી મુદ્દે વાલીઓએ હોબાળો કર્યો.
  • સ્કૂલના પ્રિન્સિપાલે વાલીઓની એક પણ વાત ન માની, પહેલા ફી ભરવાનો આગ્રહ રાખ્યો

ઠાસરામાં આવેલ સેન્ટ ફ્રાન્સીસ ઇંગ્લીશ મિડિયમ સ્કૂલ દ્વારા બાકી ફી વાળા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને વાર્ષિક પરિણામ પત્રક નહીં આપતા વાલીઓએ સ્કુલમાં હંગામો મચાવ્યો હતો. શનિવારે સવારે શાળામાં પરિણામ પત્રકો વિતરણ કરવામાં આવ્યા હતા, જે દરમિયાન હંગામો થતા મોટી સંખ્યામાં વાલીઓ એકત્ર થયા હતા.

જેની ફી બાકી હી તેવા વાલીઓ દ્વારા સ્કૂલના સંચાલકને રજૂઆત કરતા જણાવ્યું હતું કે સ્કૂલ ચાલુ થતાં પહેલા ફી ભરીશું, થોડી રાહત આપો, પરંતુ સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા વાલીઓની એક પણ વાત ન માની પહેલા ફી ભરવાનો આગ્રહ રાખ્યો હોવાનું વાલીઓએ જણાવ્યું હતું. કોરોના કાળ દરમિયાન મૃત્યુ પામેલા વાલીના બાળકોને પણ રીઝલ્ટ બતાવવામાં નહી આવતા સ્કૂલ સંચાલકો માટે જાણે કે પૈસા જ પરમેશ્વર હોવાનો આક્ષેપ વાલીઓ દ્વારા કરવામાં આવ્યો છે.

જે ફી ભરશે તેને જ રિઝલ્ટ મળશે
જેમની ફી બાકી હશે તેમને રિઝલ્ટ નહીં મળે, સરકારનો કોઈ પરિપત્ર નથી, પરંતુ જે ફી ભરશે તેને જ રિઝલ્ટ બતાવવામાં આવશે.- સિસ્ટર સ્મિતા, પ્રિન્સિપાલ, સેન્ટ ફ્રાન્સીસ ડીસેલ્સ સ્કૂલ

અન્ય સમાચારો પણ છે...